જામનગર: જીલ્લામાં બે વર્ષમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી કન્યાઓને સહાય?

0
1878

જામનગર જિલ્લામાં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ વર્ષ 2022 ના નાણાકીય વર્ષમાં જામનગર જિલ્લાની 1246 કન્યાઓને 145 લાખની સહાય ચૂકવવામાં આવી હોવા ની વિગતો વિધાનસભામાં જાહેર થઈ છે જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એક પૂછેલા સવાલના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ કુંવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની વિગતો જાહેર કરી હતી.

જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી સમક્ષ કુવરબાઈનુ મામેરુ યોજના હેઠળ સવાલ કર્યો હતો, જામનગર જિલ્લામાં વિકસતી જાતિની કેટલી કન્યાઓની અરજી મળે છે જે અરજીઓ મળી છે તે પૈકીની કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત કેટલી સહાય ચૂકવવામાં આવી છે?  આ પ્રશ્નના ઉત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ ગૃહમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે તારીખ 31/12/2022ની સ્થિતિએ કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં વિકસિત જાતિની 1246 કન્યાઓની અરજી મળી હતી. આ અરજીઓ પૈકી તમામ અરજીઓ માન્ય રહી હતી અને તમામ અરજદારોને નિયત કરાયેલ રકમ મુજબ રૂપિયા 145.02 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

 કુવરબાઈનું મામેરું યોજના શું છે?

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. Kuvarbai Nu Mameru Yojana માં લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ. અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ., એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat  નો લાભ મળશે., લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.

કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે, સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય., સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.આ યોજનાનો લાભ લેવા અરજદાર કન્યાનું આધારકાર્ડ, લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ, કન્યાનો જાતિનો દાખલો, કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર, લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, કન્યાના રહેઠાણનો પુરાવો, કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે), વર-કન્યાનો સંયુક્ત ફોટો, વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર), લગ્નનોંધણી પ્રમાણપત્ર, કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration), કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો જરૂરી માનવામાં આવ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા નક્કી કરેલી છે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૧.૨૦ લાખ, શહેરી વિસ્તારમાં રૂપિયા ૧.૫૦ લાખનક્કી કરવામાં આવ્યા છે.  ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે. જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here