
જામનગર અપડેટ્સ: પરિશ્રમ વગર લક્ષ્ય પ્રાપ્તિ અધૂરી છે. આ વાત જામનગરના અલિયાબાડા ગામે રહેતા યુવાને સાક્ષાત સાર્થક કરી બતાવી છે. જામનગરના અલ્યાબાળા ગામે દીપક ભાઈ દિવ્યાંગ છતાં રોજગારી દ્વારા અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે આ દિવડાનું ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વેંચાણ કરવામાં આવે છે. 2013 થી માટીના દિવા બનાવવાનું શરૂ કર્યુ છે
લક્ષ્ય પ્રાપ્તિની ખેવના હોય તો સફળતા એક દિવસ જરૂર ગુલામ બને છે. આ કહેવતની જામનગરના અલિયાબાડા ગામે રહેતા યુવાને સાક્ષાત સાર્થક કરી બતાવી છે. તેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં લાચારીવસ જીવન જીવવાને બદલે વ્યવસાય કરીને આજે 11 લોકોને રોજગારી આપી રહ્યો છે. હા આપણે વાત કરીએ છીએ દીવડાં બનાવવાનો વ્યવસાય કરતા દીપકભાઈ ઇડરીયા નામના યુવાનની. જે પોતે પગથી કમ્મર સુધી ખોડ ખાપણ ધરવતા હોવા છતાં લોકોને રોજગારી આપે છે.
પ્રકાશના પર્વ દિવાળી દીવડા વગર અધૂરી છે. ત્યારે દીપક ભાઈ જેવા વ્યક્તિ દીવડા બનાવી અનેક ઘરોમાં દીવડા થકી પ્રકાશ પથર વાનું કામ કરે છે. જામનગરના અલીયાબાડા ગામે રહેતો યુવાન માત્ર જામનગરં જ નહિ પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં દીવડાંનું વેચાણ કરે છે. દીપકભાઈ ઇડરિયા નામના 41 વર્ષીય યુવાને જણાવ્યું કે તેમને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને તેમને છ વર્ષ બેંકમાં નોકરી પણ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે પોતાનો વ્યવસાય ઊભો કરવો છે. 2013 થી તેઓએ નોકરી છોડી વ્યવસાયના શ્રી ગણેશ કર્યા તેમણે માટીના દીવા બનાવવાનો કારખાનું શરૂ કર્યું હતું. જેમાં પરિવારજનો અને ખાસ પત્નીના સાથ સહયોગથી સફળતા પણ મેળવી હતી. અત્યારે તે 50 થી 60 પ્રકારની જુદી-જુદી ડિઝાઈનવાળા દિવા બનાવે છે.
60 પૈસાથી લાઈને 4 રૂપિયા સુધીની કિંમતના દીવડાનું તેઓ વેચાણ કરે છે. સૌ પ્રથમ માટી એકઠી કર્યા બાદ તે ક્રશ કરીને મશીનમાં નાખી દિવા બનાવમાં આવે છે. દીવા તૈયાર થયા બાદ એમપી, યુપી, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાં તેઓ વહેંચે છે. વર્ષમાં લગભગ 30 લાખ જેટલા દીવા વેચી તેવો 20 થી 25 લાખનું ટર્નઓવર ધરાવે છે. તેમના ખર્ચ અને કામદારોના પગાર મજૂરી સહિત બાદ કરતાં તેમની પાછળ ચારથી પાંચ લાખ રૂપિયા વર્ષે વધતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
કોઈ ધંધો નાનો નથી હોતો અને ધંધાથી મોટો કોઈ ધર્મ નથી એવા પ્રેરણાદાયી ફિલ્મને ટક્કર મારે વ વ્યવસાયમાં જંપલાવી દીપકભાઈ અનેક લોકો માટે પ્રેરણા બન્યા છે. શારીરિક રીતે અપંગ પરંતુ મનથી મકમ એવા દીપકભાઈના કામને ગામના લોકો પણ વખાણી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યારે કેટલાય લોકો શારીરિક રીતે સક્ષમ હોવા છતાં રોજગારી ન મળતી હોવાના બહાના કરતા હોય છે પરંતુ દીપકભાઈ સાબિત કરી બતાવ્યું છે તે જો તમારું મન મકામ હોય તો કાંઈ પણ કરી શકો છો.





