
જામનગર અપડેટ્સ: જામનગરના બ્રાસના વેપારી સાથે જામનગરના જ સખ્સે ઠગાઈ આચરવાનો પ્રયાસ કરી ધાક ધમકી આપી હોવાની સાયબર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર પોલીસે ફરિયાદના આધારે જામનગરના આરોપીને ઉઠાવી લીધો છે. વેપારીના સ્થગિત કરી દેવાયેલ એક કરોડ ઉપરાંતની જમા રાસી વાળા એકાઉન્ટને પુનઃ કાર્યરત કરી આપવાની લાલચ આપી આરોપીએ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ઈવા પાર્કમાં રહેતા બ્રાસના કારખાનેદાર ચેતન કપુરિયાએ આ જ વર્ષમાં જુન માસના ગાળામાં મહારાષ્ટ્રમાં પાલઘરમાં પ્રગતી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી વેપાર શરુ કર્યો હતો. જેને લઈને તેઓ સ્થાનિક બેંકમાં પેઢીના નામે ખાતું પણ કાર્યરત કરાવ્યું હતું. દરમિયાન વેપારી ચેતનભાઈના પારિવારિક કારણોસર તેઓ પરત જામનગર આવી ગયા હતા. જો કે પોતાના બેંક એકાઉન્ટમાં વ્યાપર પેટે થયેલ લેતી દેતી સબંધે રૂપિયા એક કરોડ ચુમ્માલીસ લાખ જમા થયા હતા. દરમિયાન ગત તા.૧૭/૧૦/૨૦૨૫ના રોજ ચેતનભાઈના ખાતામાં રૂપિયા ત્રણ હજાર જમા થયા હતા. જે સબંધે તેઓએ બેંકનો સંપર્ક કરતા કોઈ માહિતી મળી ન હતી. દરમિયાન બેંક ખાતામાં લીયન માર્ક લાગી જતા ખાતું ફ્રીજ કરી દેવામાં આવ્યું હતું.

બે દિવસ પછી જામનગરના દર્શિત કાગદડા નામના સખ્સે વેપારી ચેનતભાઈને વોટ્સઅપ કોલ કરી કહ્યું હતું કે ‘તમારું ખાતું નાલાસોપારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનથી કોઈ ગુનાના કામે ફ્રીજ થયેલ છે. જો તમારે એ ખાતું અન્ફ્રીઝ કરવું હોય તો તમારે મને પૈસા આપવા પડશે, મારે પોલીસ તથા બેંકના સાહેબો સાથે સારો સબંધ છે’ એવી વાત કરી લાલાચ આપી હતી. ત્યારબાદ ચેતનભાઈએ કોઈ પ્રત્યુતર નહી આપતા આ સખ્સે ફરી વખત ફોન કરતા ચેતન ભાઈએ ના પાડી હતી જો કે ત્યારબાદ પણ આરોપીએ ફોન શરુ રાખ્યા હતા અને ધમકી આપી હતી કે જો તમે મને પૈસા નહિ આપો તો ઇડી અને મની લોન્ડેરીન્ગના કેશમાં ફસાવી દઈશ’ જેને લઈને કારખાનેદારે જામનગર સાયબર પોલીસની સંપર્ક કર્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધરે સાયબર પોલીસ દફતરના સ્ટાફે આરોપીની ભાળ મેળવી લઇ દબોચી લીધો હતો. આરોપી દર્શિત કાગદડા જામનગરનો જ રહેવાશી છે. કારખાનેદાર અંગેની તમામ વિગતો આરોપીને કઈ રીતે મળી તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.





