જામનગર: જામનગરમાં હાપારોડ રાજમોતી સોસાયટી પાછળ વ્રજવીહાર સોસાયટી પ્લોટ નં-૧૬૨/૨માં રહેતા એક આસામીના ઘરે દરોડો પાડી પોલીસે ધમધમતા જુગાર ધામને પકડી પાડ્યુ છે. અહી ત્રણ મહિલાઓ સહીત આઠ સખ્સો તીન પતિનો જુગાર રમતા પકડાયા હતા. પોલીસે અઢી લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કબજે કરી મહિલાઓને નોટીસ આપી હતી જયારે પુરુષોની ધરપકડ કરી હતી.

જામનગરમાં હાપારોડ રાજમોતી સોસાયટી પાછળ વ્રજવીહાર સોસાયટી પ્લોટ નં-૧૬૨/૨માં રહેતા દિલીપ કરશનભાઈ ડાભી નામનો સખ્સ પોતાના ઘરે બહારથી જુગાર રસિક મહિલા-પુરુષને એકત્ર કરી જુગાર રમાડતો હોવાની પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. જેમાં મકાન માલિક દીલીપભાઇ કરશનભાઇ ડાભી જાતે કોળી ઉ.વ ૫૪ ધંધો મજુરી રહે જામનગર, હાપારોડ રાજમોતી સોસાયટી પાછળ વ્રજવીહાર સોસાયટી પ્લોટ નં-૧૬૨/૨ જામનગર, મનસુખભાઇ રામજીભાઇ પરેશા જાતે કોળી ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે સમર્પણ સર્કલ અંધાશ્રમ શેરી-૧ ખોડીયારપાન પાસે જામનગર, હનીફ ઇબ્રાહીમ કારબાણી જાતે માજોઠી ઉ.વ ૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે હડીયાણાગામ તા.જી જામનગર, ગુલામહુશેન કાસમભાઇ દલ જાતે-વાઘેર ઉ.વ-૩૫ ધંધો-વેપાર રહે- ગુલાબનગર રીલાયન્સ ના પંપનો ઢાળીયો ઉતરતા બ્રાહમણ ની વાડીની બાજુમાં ચાંદ પ્રોવીજન દુકાન ઉપર જામનગર, બોદુભાઇ અબાસભાઇ બ્લોચ જાતે મકરાણી ઉ.વ ૫૨ ધંધો નોકરી રહે ગુલાબનગર રીલાયન્સ ના પંપનો ઢાળીયો ઉતરતા બ્રાહમણની વાડીની બાજુમાં ચાંદ પ્રોવીજન દુકાન પાસે જામનગર, મહમદફારૂક બાવામીયા પીરજાદા જાતે સૈયદ ઉ.વ ૫૩ ધંધો કલરકામ રહે ગુલાબનગર તાળીયા હનુમાન મંદીર વાળી શેરીમાં જામનગર, રીનાબેન દિપેનભાઇ ભગવાનજીભાઇ શાહ ભરતભાઇ સોમચંદ શાહ જાતે વાણીયા ઉ.વ ૩૮ ધંધો ધરકામ રહે- વીશાલ હોટલ ધંનજયપાર્ક મોમાઇક્રુપા મકાન જામનગર, કુંદનબેન કીશોરભાઇ વાલજીભાઇ ચૌહાણ જાતે ખવાસ ઉ.વ ૬૩ ધંધો ધરકામ રહે રાજપાર્ક સરદાર ચબુતરા પાસે જામનગર, લતાબેન સુર્યકાન્તભાઇ તુલશીદાસ ગાંધી જાતે ખવાસ ઉ.વ ૬૩ ધંધો ધરકામ રહે રાજપાર્ક સરદાર ચબુતરા પાસે જામનગર વાળા તીન પતિનો જુગાર રમતા પકડાઈ ગયા હતા.

સીટી એ ડીવીજન પોલીસે તમામ સખ્સોના કબ્જા માંથી રૂપિયા ૪૨,૩૦૦ તથા મોબાઇલ નં.૫ કી.રૂ.૧૧,૫૦૦ તથા વાહન નં.૩ જેની કી.રૂ.૨,૧૫,૦૦૦ સાથે મળી કુલ મુદામાલ કી.રૂ.૨,૬૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પુરુષોની અટકાયત કરી મહિલાઓને નોટીશ આપી હતી.