જામનગર: કલેકટર ઠક્કરે મનોદિવ્યાંગ બાળકો સાથે કરી દિવાળીની ઉજવણી

0
505

જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જામનગર શહેરમાં આવેલ ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. કલેક્ટરએ તમામ બાળકોને રૂબરૂ મળી સંવાદ કર્યો હતો અને દિવાળી ઉજવણી એટલે કે ફટાકડા ફોડતી વખતે અધિકારી નહી પરંતુ બાળકોની સાથે નીચે બેસી ગયા હતા. કલેક્ટર અને તેમના પરિવારે મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડવાની સાથે તેઓના મનોવિકાસ અંગે પણ સંચાલકો સાથે વાર્તાલાપ કરી બાળકોને ચોકલેટ તેમજ ફટાકડા આપી દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ડિઝાઇનના દીવડા બનાવવામાં આવે છે તેની કલેક્ટરએ પણ ખરીદી કરી હતી અને બાળકોની આ કળાને બિરદાવી હતી. સેન્ટર દ્વારા દિવાળીના પર્વ દરમિયાન આ દીવડાઓનું વેચાણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૪૦૦૦ દીવડાઓ બનાવવામાં આવ્યા હતા અને તે રકમનો બાળકો માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિમ્પલબેન મહેતા છેલ્લા ૧૭ વર્ષથી ૐ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. અહીં હાલ ૫ થી ૭૫ વર્ષના ૪૫ જેટલા બાળકો રહે છે. અને આ તમામ બાળકો સાથે રહીને દિવાળીની ઉજવણી કરવા બદલ તેઓએ અને બાળકોએ કલેક્ટરશ્રીનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

કલેકટર કચેરી ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા સુંદર રંગોળી તેમજ સુશોભન
દિવાળીના પર્વ નિમિતે જામનગરમાં વિવિધ જગ્યાઓ પર રોશનીના તેમજ અવનવા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારી ઓફિસોમાં પણ રંગોળી તેમજ ફૂલોનો શણગાર અને સુશોભન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા સેવા સદન ખાતે પણ મહિલા કર્મચારીઓ દ્વારા સુંદર રંગોળી તેમજ કલેકટર ઓફીસમાં ફૂલો અને દિવડાઓથી સુશોભન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંએ બહેનોએ ફૂલોમાંથી બનાવેલી રંગોળી તેમજ સુશોભન નિહાળી તેમની કળાની પ્રસંશા કરી હતી. તથા કલેકટરએ જિલ્લા સમગ્ર ઓફિસ સ્ટાફ તેમજ સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અને સરકારના વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે સ્થાનિક લોકો પાસેથી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here