જામનગર: બાપુએ કર્યો રોડ શો, દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરીની જમાવટ

રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબાની બેઠકના તમામ વૉર્ડમાં પણ રોડ શો કરી ભાજપ ભાજપ કરી દીધું

0
2407

78-ઉત્તર વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા અને 79-દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના પ્રચારમાં રોડ શોને ઠેરઠેર અભિવાદન : આગામી દિવસોમાં ભારત ક્રિકેટ ટીમના અન્ય ક્રિકેટરો પણ જામનગરમાં આવે તેવી સંભાવના

દેશના વિખ્યાત ક્રિકેટર કે જેમનું નામ ફક્ત જામનગરમાં જ નહીં દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેવા ભારતીય ક્રિકેટ ટીમના આધારસ્તંભ ગણાતા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ ત્રણ ત્રણ દિવસથી જામનગરની 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના પ્રચાર પ્રસાર માટે અને લોકોનો સંપર્ક જાતે કરી શકાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ શો કરતા લોકો એ તેમને ફુલડે ફુલડે વધાવી લીધા છે લોકોનો પ્રેમ અને આવકાર જોતા એવું લાગે છે કે બન્ને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા જનતાએ પણ કમર કસી છે. હવે તો ’ભાજપનો કોઈ વિકલ્પ નહી’, તેમજ વિકાસના સુત્રો લોકો ઠેરઠેર પોકારતા થઈ ગયા છે.
ગુજરાતી માં કહેવત છે કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે” પણ એવું બહુ ઓછું જોવા મળે છે કે સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ હોય. જો કે ગુજરાતી સ્ત્રીઓ ઘર,વર અને બાળકો જ સંભાળે છે એ માન્યતા હવે ધીમે ધીમે દુર થતી જાય છે. સ્ત્રીઓને આગળ વધવા પતિનો સાથ ઓછો મળે છે એ માન્યતા દુર કરવા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમના ઉપર વિશ્વાસ મુકીને જામનગર 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા ને જામનગર ની જનતાનો વિશ્ર્વાસ જીતાડવા તેમના પતિ, જાણીતા સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેદાને પડયા છે. 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી ને જીત અપાવવા રવિન્દ્ર જાડેજા એ રોડ શો કર્યો હતો. જામનગરની જનતાને ભાજપની જીત માટે અપીલ કરતા રવિન્દ્ર જાડેજા જામનગર ની શેરી રસ્તા પર ફર્યા હતા.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એ તા 22/11/2022 ના રોજ વોર્ડ નંબર 3માં વિકાસગૃહથી, વોર્ડ નંબર 2 માં રામેશ્વર નગર કાર્યાલયથી, વોર્ડ નંબર 1 માં બેડેશ્વર પુલથી શરુ કરીને પૂરા વોર્ડમાં લોક સંપર્ક કર્યો હતો.

તા. 23/11/2022ના રોજ વોર્ડ નંબર 4 માં જલારામ પાર્ક પુલીયાથી, વોર્ડ નંબર 10મા સ્વામિનારાયણ નગર મેઈન રોડથી, વોર્ડ નંબર 11 માં રિલાયન્સ પેટ્રોલ પંપ થી, વોર્ડ નંબર 12 માં મહાપ્રભુજી ની બેઠકથી લઈને પૂરા વિસ્તારમાં રોડ શો કર્યો હતો.

તા 24/11/2022ના રોજ વોર્ડ નંબર 5 માં ગોકુલ હોસ્પિટલ થી, વોર્ડ 6 માં હનુમાન ટેકરી મયુરનગરથી, વોર્ડ નંબર 7 માં માલધારી હોટેલથી લઈને ત્રણેય વોર્ડમાં પ્રચાર કર્યો હતો.

ક્રિકેટની રમત પાછળ આપણે ત્યાં નાના બાળકોથી લઈને મોટેરાઓ દિવાના છે. ક્રિકેટરને લોકો બોલીવુડના સ્ટાર કરતા પણ વધારે માન આપે છે. જામનગર ના પનોતા પુત્ર, એવા ’સર’ રવિન્દ્ર જાડેજાના રોડ શો દરમ્યાન લોકો તેમને નજીકથી જોવા રોડ પર ઉભા હતા. તેમની સાથે હાથ મીલાવવા અને સેલ્ફી લેવા લોકો પડાપડી કરી રહ્યા હતા. કેટલાય લોકોના ડીપી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ આ ત્રણ દિવસથી રવિન્દ્ર જાડેજા સાથેના ફોટાથી ઉભરાય રહ્યા છે..

જામનગર 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા રવિન્દ્ર જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરીના પ્રચારમાં હવે રવિન્દ્ર જાડેજાએ જાતે કમાન સંભાળી છે. આ બન્ને બેઠકોના વિસ્તારમાં તેઓ રોડ શો કરી રહ્યા છે અને લોકોને આ બન્ને ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી છે. રોડ શો દરમ્યાન પ્રચંડ સમર્થન મળ્યું છે. જામનગર – નવાનગર, કેસરિયું બની રહ્યું છે. માર્ગમાં ઠેરઠેર લોકો રવિન્દ્ર જાડેજા ને વધાવી રહ્યા છે. મુખ્ય રસ્તા પર તેમના પર અગાસીમાં થી પુષ્પવર્ષા થઈ રહી છે. ત્યારે હવે આ બન્ને ઉમેદવારોની જીત નિશ્ચિત ગણાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા વણથંભી રહે એ માટે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ને જીતાડવા આવશ્યક નહીં અનિવાર્ય છે. ભારતીય જનતા પાર્ટી ના 27 વર્ષના શાસનમાં ગુજરાતમાં રોડ રસ્તા, પાણીની સમસ્યા, તબીબી સેવા, શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ જ સુધારો થયો છે. વિકાસ એ કંઈ કહેવાની કે વ્યાખ્યામાં બાંધવાની વાત નથી, વિકાસ તો લોકોને દેખાય જ છે… ગુજરાત ની પ્રજા ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટી ને સ્વીકારશે નહીં એ વાત ની ખાત્રી આ રોડ શો દરમ્યાન મળેલ પ્રચંડ સમર્થન દ્વારા મળી છે. આ રોડ શો દરમ્યાન ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા , જુદા વોર્ડના પ્રમુખ, કોર્પોરેટર સહીતના નેતાઓ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિ ઓ, જ્ઞાતિ પ્રમુખ, ભાજપના કાર્યકરો પણ સાથે રહીને જુસ્સો વધારી રહ્યા હતા. રોડ શોના ઇન્ચાર્જ તરીકે શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટું એ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here