જામજોધપુર: દંપતી બેસણા માટે જામનગર આવ્યું, પાછળથી બીજી વખત માતબર ચોરી

0
519

જામનગર અપડેટ્સ: જામનગરમાં લોન ફાયનાન્સની ઓફીસમાં નોકરી કરતા જામજોધપુર તાલુકાના સમાણા ગામના યુવાનના બંધ મકાનને ટાર્ગેટ બનાવી કોઈ જાણભેદુ તસ્કરો સોના ચાંદીના દાગીનાની માતબર ચોરી કરી ગયાની શેઠ વડાળા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં વ્યવસાય કરતા યુવાને સમાણા ગામે રહેતા માતા-પિતાને જામનગરમાં બેસણા માટે બોલાવ્યા બાદ બંધ રહેલ મકાનને ટાર્ગેટ બનાવી કોઈ જાણભેદુ તસ્કર કળા કરી ગયા હોવાની વિગતો સામે આવી છે. જે રીતે ચોરી થઇ તે રીતે જ દોઢ માસ પૂર્વે પણ આ જ મકાનને નિશાન બનાવી ત્રણેક લાખના દાગીનાની ચોરી થઇ હોવાનું જાહેર થયું છે. આ મકાન ઉપરાંત અન્ય એક મકાનને પણ એક જ એમઓથી નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. બે અલગ અલગ ફરિયાદના આધારે પોલીસે અમુક શકમંદ સુધી તપાસ લંબાવી ચોરીનો ભેદ ઉકેલાઈ જવાનો આશાવાદ સેવ્યો છે.

જામજોધપુર તાલુકાના સમાણા ગામે રહેતા અને જામનગરમાં લોન ફાયનાન્સની પેઢી ધરાવતા ચીંતનભાઇ રમણીકભાઇ અજુડીયાએ પોતાના ગામડે મકાનમાંથી થયેલ ચોરી અંગે શેઠ વડાળા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા. ૪/૬/૨૦૨૫ના રોજ બપોર બાદથી તા.૫મી સુધીના એક દિવસના ગાળા દરમિયાન બંધ રહેલ મકાનને નિશાન બનાવી કોઈ ચોર અંદરના રૂમના કબાટને ખોલી ચોરી કરી કરી ગયા હતા. જેમાં કબાટમાં રાખવામાં આવેલ પર્સમાથી (૧) એક પેન્ડલ વાળો ચેઇન નંગ-૧ જેનુ આશરે વજન ૧૬ ગ્રામ જે પેન્ડલ વાળા ચેઇનની કુલ કીમત આશરે રૂ.૧,૧૨,૦૦૦/- તથા (૨) ત્રણ ચકદા નાના છોકરાને ડોકમા પેરવાના નંગ – ૩ જે ત્રણેય ચકદાનુ મળી કુલ વજન ૨ મીલી ગ્રામ જેની કુલ કીમત આશરે રૂ.૧૩,૦૦૦/- તથા (૩) સ્ત્રીઓને નાકમા પહેરવાના દાણા નંગ – ૨ જેનુ વજન આશરે ૮૦૦ મીલી ગ્રામ જેની કુલ કીમત રૂ.૧૨૦૦/- તથા (૪) સ્ત્રીઓને નાકમા પહેરવાની બાલી નંગ – ૧ જેનુ વજન આશરે ૭૦૦ મીલી ગ્રામ જેની કુલ કીમત રૂ.૨૦૦૦/- તથા (૫) બાળકને પહેરાવવાનો ચાંદીનો કંદોરો આશરે ૧૮ ગ્રામ કિમત રૂ.૧૧૦૦/- તથા રોકડા રૂ.૨૫,૦૦૦ સહિતના મુદ્દામાલની ચોરી થઇ હતી. ચોરી કરી ચોર દ્વારા કબાટને બંધ કર્યો હતો.  જામનગર ખાતે સગાસબંધી અવસાન પામતા તેઓનું બેસણું રાખ્યું હતું. સમાના ગામે રહેતા પ્રૌઢ માતા પિતા બેસણા માટે જામનગર આવ્યા હતા દરમિયાન પાછળથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.  

 અગાઉ દોઢેક મહિના પહેલા પણ આજ રીતે ચિંતનભાઈ.ના ઘરમાથી ચોરી થયેલી જેમા  એક પેન્ડલ વાળો ચેઇન નંગ-૧ જેનુ આશરે વજન ૨૦ ગ્રામ જે પેન્ડલ વાળા ચેઇનની કુલ કીમત આશરે રૂ.૧,૪૦,૦૦૦/- તથા (૨) એક પેન્ડલ વગરનો ચેઇન તથા કાનમા પેરવાની સઇરૂ નંગ-૨ જેનુ આશરે વજન ૩ તોલા ૮ ગ્રામ જેની કુલ કીમત આશરે રૂ.૩,૦૦,૦૦૦/- (૩) સ્ત્રીઓને કાનમા પહેરવાની બુટી નંગ -૨ જેનુ વજન આશરે ૨ ગ્રામ જેની કુલ કીમત રૂ.૫,૦૦૦/- તથા રોકડા રૂ.૨૦,૦૦૦/- મળી સોના ચાદીના દાગીના તથા રોકડ રૂપીયા મળી કુલ મુદામાલ રૂ.૬,૧૯,૩૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો.આ જ રીતે સમાણા ગામે રહેતા મનીષાબેન નિલેશભાઇ દેવરાજભાઇ ગોહિલ પોતાના પતિ સાથે ગત તા. ૨૪/૫ થી ૯/૬ સુધીના ગાળા દરમિયાન સાસુના મરણ થતા જામનગર રોકાયા હતા. પાછળથી મકાનને નિશાન બનાવી ચોરે મકાનમાં પ્રવેશી રૂમના દરવાજાની પાછળ આવેલ ખુલ્લા કબાટમા  કપડાની નીચે રાખેલ પર્સ માથી કાનમા પહેરવાની બુટી નંગ -૨ જેનુ વજન આશરે ૨ ગ્રામ જેની કુલ કીમત રૂ.૫,૦૦૦/- તથા રોકડા રૂ.૬૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૬૫,૦૦૦ની ચોરી થઇ હતી આ બંને બનાવ અંગે પોલીસે એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ ચોરી સબ્નાધે પોલીસે અમુક શકમંદને પૂછપરછ માટે બોલાવી તપાસ ચલાવી છે. ચોરીનો ભેદ નજીકના ભવિષ્યમાં ઉકેલાઈ જવાનો પોલીસે આશાવાદ શેવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here