દેવભૂમિ દ્વારકા જીલ્લાના રૂપેણબંદરે રહેતા અને માછીમારી કરતા એક યુવાનને ઓનલાઈન લોન આપતી એપ્લીકેશન પરથી લોન મેળવવા કાર્યવાહી કર્યા બાદ અજ્ઞાત સખ્સોએ યુવાનને ન્યુડ ફોટા મોકલી રૂપિયા ૬૦ હજાર કરતા પણ વધુ રકમ પડાવી લઇ વધુ રૂપિયાની માંગણી કરી બ્લેકમેઈલ કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઈમ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેની વિગત એવી છે કે, દ્વારકા નજીકના રૂપેણ બંદર પર રહેતા નિજામ સીદીકભાઇ સોઢા નામના ૨૦ વર્ષીય યુવાને ગત માર્ચ માસ મહિનામાં પોતાના મોબાઈલ ફોન પર ઓનલાઈન લોન આપતી એપ્લીકેશન ડાઉનલોડ કરી લોન લેવા પ્રકિયા કરી હતી. દરમિયાન અજ્ઞાત આરોપીઓએ ક્રેડીટનાઉ (credit now) એપ માંથી ઓનલાઇન લોન જમા કરાવી આપી હતી. જો કે આ પરત લોન ક્લોઝ કરવા માટે અજ્ઞાત સખ્સોએ ફોન કરવા શરુ કરી વધુ રૂપીયાની માંગણી કરી હતી. જેમાં યુવાને લોન બંધ કરવાનુ કહેતા આરોપીઓએ તેના ન્યુડ ફોટા વાયરલ કરી અને વધુ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૬૧,૦૦૦થી વધુ રૂપિયા પેટીએમ એપ્લીકેશન અને બેન્ક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરાવી લઇ, બળજબરી પુર્વક પૈસા કઢાવી, યુવાન પાસે વધુ પૈસાની માંગણી કરી હતી.

જેને લઈને યુવાને કંટાળી આખરે સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવાનને ફોન કરનાર મોબાઇલ નંબર (૧) +62815-1570-9562, (૨) +923155733868, (૩) +8801837-028275, (૪) +8801742-162729, (૫) +8562076781215 વાળા ધારકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી મોટી વાત એ છે કે ફરિયાદ કરનાર યુવાનની ફરિયાદ કરવાની હિમ્મત ખરેખર કાબેલેદાદ છે. એવા કેટલાય આવા કિસ્સા બની ગયા છે જેમાં ભોગગ્રસ્ત ફરિયાદ કરવાનું ટાળતો આવ્યો છે. જેને લઈને આવા સખ્સોને મોકળું મેદાન મળી જાય છે પણ રૂપેણબંદરના યુવાને હિમત કરી ફરિયાદ કરી છે.