દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં ભત્રીજાએ કાકાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે ખંભાળિયામાં તાલુકા પંચાયત પાછળ રહેતી માતાને કપાતર પુત્રએ ધમકી આપી હોવાની પોલીસ અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી પુત્ર નાનો હતો ત્યારે માતાએ ભાગ લેવા રૂપિયા આપ્યા હતા તે જ મોટા થયેલા પુત્રએ પૈસા માંગયા હતા. જેની સામે માતાએ ના પાડતા પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માતાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વચ્ચે પડેલ પોતાના પુત્રને પણ ધમકી આપી હતી.

સતત વિભક્ત થતા જતા પરિવારો વચ્ચે મનમેળ ન રહેતા સમાજ તૂટી રહ્યો છે એવું મારે તહેવારે સમાજવિદો કહી રહ્યા છે ત્યારે સમાજવિદોની આ જ વેદના પોલીસ દફતર સુધી પહોંચી છે ખંભાળિયા તાલુકા મથકે તાલુકા પંચાયત પાછળ રહેતા અમિત ભરતભાઈ ભાનુશંકરભાઈ મહેતા એ તેના 66 વર્ષે માથા પરના બેન સાથે બિભત્સ વાણી વિલાસ આચરી, ઘરમાં પડેલ વસ્તુઓના છૂટા ઘા ફટકારી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના દાદી પર પિતાના ગુસ્સાને જોઈ વચ્ચે પડેલ પુત્રને પણ આરોપીએ ધમકી આપી હતી. આરોપી પુત્ર એ પોતાની માતા પાસેથી વાપરવાના રૂપિયા માંગ્યા હતા પરંતુ માતાએ રૂપિયા ન હોવાનું કહેતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને મસ્ત વાણી વિલાસ કરવા લાગ્યો હતો આરોપી પુત્ર ના છૂટાછેડા થઈ ગયા હોવાની પણ વિગતો સામે આવી છે.

જ્યારે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મસરીભાઈ હરદાસભાઇ ગોજીયા નામના ૫૫ વર્ષીય પ્રૌઢ પર તેના જ ભત્રીજા પરબતભાઈ કેશુભાઈ ગોજીયાએ ગઈકાલે તળાવના રીપેરીંગ કામ કરતી વખતે આવી પહોંચી, જેસીબી બંધ કરાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યાર બાદ છુટા પથ્થરના ઘા કરી કાકાને ડાબી બાજુની આંખ પાસે મૂંઢ ઈજા પહોંચાડી, મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી નાસી ગયો હતો,

કાકાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગઈ કાલે પોતાની વાડીની બાજુમા આવેલ રામરાજય તળાવમા આજુ-બાજુના ખેડુતો તળાવનો કાઢીયો રીપેર કરતા હતા . આ કામમાં પ્રૌઢ કાકાનું જે.સી.બી. મશીન ચાલતુ હતું. દરમિયાન કુટુંબિક ભત્રીજો પરબતભાઇ કેશુરભાઇ ગોજીયા આવેલ અને કાકાને કહેલ કે ‘તમારુ જે.સી.બી બંધ કરી દીયો, અહીં મારા ખેતરમા પાણી આવી જાય છે’, જેથી પ્રૌઢ કાકાએ આરોપીને સમજાવેલ પરંતુ આરોપી સમજેલ નહી અને ભુંડી ગાળો આપી, છુટા પથ્થરના ઘા મારી ડાબી બાજુ આંખ પાસે મુંઢ ઇજા કરી ,જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયો હતો. આ બનાવ સંદર્ભે કલ્યાણપુર પોલીસે નાસી ગયેલા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.