દ્વારકા: યાત્રા કરવા આવેલ પરિવારમાં ત્યારે શોક ફરી વળ્યો જયારે….

0
1206

દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકામાં યાત્રા કરવા આવેલ ઇન્દોરના પરિવારમાં ત્યારે શોકનું મોજું ફરી વળ્યું જયારે અકસ્માતમાં પરિવારના વૃદ્ધ મહિલાનું મૃત્યું નીપજ્યું  હતું. રબારી ગેટ પાસે ગોલાઈ પર રીક્ષા પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં રીક્ષામાં બેસેલ ૬૮ વર્ષીય વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે રીક્ષા ચાલક સામે બેદરકારી દાખવી રીક્ષા ચલાવવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

યાત્રાધામ દ્વારકા ખાતે ગઈ કાલે જીવલેણ અકસ્માત થયો હતો જેમાં તા.૨૬/૦૧/૨૦૨ના રોજ ગઈ કાલે સવારે પોણા દસ વાગ્યાના સુમારે રબારી ગેઇટ સામે ગોલાઇ પરથી પસાર થઇ રહેલ GJ 08 Z 8879 નંબરની રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુર ઝડપે બેફીકરાઇ અને ગફલત ભરી રીતે ચલાવી ગોલાઇમા રોડ પર રીક્ષાને પલટી ખવડાવી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં રીક્ષામા બેસેલ પેસેન્જર અયોધ્યાબાઇ અશકકુમાર સૈની  ઉ વ ૬૮ રહે. સુભાશ માર્ગ ૧૪૫(ક) જુના રીસાલા ઇન્દોર રાજ્ય મધ્યપ્રદેશ વાળીને નીચે પછાડાઈ જતા તેણીને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજા પહોચી હતી અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ  બનાવ અંગે મૃતકના સબંધિ રીંકીબાઇ નંદકીશોર સુવાલાલ સૈનીએ રીક્ષા ચાલક સામે ઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,,૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS