દોડધામ : હત્યા પ્રયાસ પ્રકરણનો આરોપી પોલીસને ચકમો આપી છનનન…

0
1308

જામનગર : જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાંથી અને પોલીસની હાજરીમાં જ હત્યા કેસમાં પકડાયેલો એક આરોપી પોલીસને થાપ આપીને ભાગી છૂટતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીને પકડવા માટેની દોડધામ શરૂ કરવામાં આવી છે.

જામનગર શહેરમાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ભારે હલચલ મચાવી દેનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કનસુમરા ચાલી વિસ્તારમાં રવિવારે બપોરે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી અને પોલીસ દ્વારા બન્ને પક્ષે સામસામે ખૂનની કોશિશ અંગેના ગુના નોંધવામાં આવ્યા હતા. જે પ્રકરણમાં ગઇકાલે સીટી એ ડીવીઝન પોલીસે એક જૂથના આરોપી તોસીફ આમદ ખફી નામના શખ્સને પકડી પાડયો હતો, અને સીટી-એ ડિવિઝનના પોલીસ લોકઅપમાં રાખ્યો હતો.
દરમિયાન આજે સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાને જાજરૂ જવું છે. તેમ કહી તોસીફ બહાર નીકળ્યો હતો, અને પોલીસે તેને જાજરૂ જવા માટેની છૂટ આપતાં મોકાન નો લાભ જોઈને આરોપી પોલીસ પકડમાંથી ભાગી છૂટ્યો હતો. જેને લઇને સીટી-એ ડિવિઝનના પોલીસ બેડામાં ભારે દોડધામ થઇ ગઇ હતી.
સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતાં ચોતરફ નાકાબંધી કરી દેવામાં આવી છે, અને જામનગર શહેરના તમામ માર્ગો ને સીલ કરી દેવામાં આવી છે.જોકે આરોપી ભાગી છૂટવામાં સફળ થયો છે. જેને પકડવા માટે પોલીસ ટુકડી દોડધામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here