દિવાળી: આજ રાતથી આ સેવાઓના નિયમોમાં થશે ફેરફાર

0
140

દિવાળીની રાતથી તમારા જીવનને અસર કરે તેવા મોટા નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને તેનો અમલ આજે રાતથી એટલે કે દિવાળી 31ઓક્ટોબરની રાતથી શરુ થઇ જશે.દિવાળી સાથે ઓક્ટોબર મહિનો પૂરો થઈ રહ્યો છે.અને નવો મહિનો શરૂ થશે.કેલેન્ડરનું પેજ બદલતા જ તમારા ખિસ્સા સાથે જોડાયેલા નિયમો (RulesChange)પ્રભાવિત થશે.એલપીજી સિલિન્ડર હોય કે ક્રેડિટ કાર્ડ,1નવેમ્બરથી તેમાં નિયમોમાં ફેરફાર થશે.દર મહિનાની શરૂઆતમાં સરકારી અને બિનસરકારી કંપનીઓ પણ પોતાના નિયમોમાં ફેરફાર કરે છે.સામાન્ય માણસ માટે આ નિયમો વિશે જાણવું જરૂરી છે, કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે.


એલપીજી સિલિન્ડરની કિંમત
ગેસ સિલિન્ડરની કિંમત નવા મહિનાની સાથે બદલાય છે. વાસ્તવમાં, તેલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં તેલના ભાવમાં ફેરફાર કરે છે. સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. મતલબ કે 1 નવેમ્બરે પણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફંડના નિયમો
જો તમે શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરો છો, તો તેને લગતા નિયમો 1લીથી બદલાઈ જશે. આ નિયમોની અસર તમારી કમાણી પર જોવા મળશે. 1 નવેમ્બરથી મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા માટે સેબીએ નવા નિયમો બનાવ્યા છે, આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. માર્કેટ રેગ્યુલેટરે ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમોમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટનો સમાવેશ કર્યો છે.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંકે ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાયકલમાં રૂ. 50,000 થી વધુના યુટિલિટી બિલની ચૂકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ લાદવાનો નિર્ણય કર્યો છે. SBI એ શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જીસમાં પણ ફેરફાર કર્યો છે.

મોબાઇલ ફોન સંબંધિત નિયમો
1 નવેમ્બરથી મોબાઈલ ફોન સંબંધિત નિયમોમાં ફેરફાર થશે, મેસેજ ટ્રેસેબિલિટીના નિયમો પણ 1 નવેમ્બરથી અમલમાં આવશે. સરકારે ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી છે. મતલબ કે હવે 1લીથી કોલની સાથે મેસેજ પણ ચેક કરી શકાશે. આ નિયમ ફેક કોલ અને સ્પામને રોકવા માટે લાગુ કરવામાં આવ્યો છે

NO COMMENTS