ધ્રોલ: અપરિણીત યુવતી ધોળા દિવસે ઘરેથી ગુમ

0
1238

જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે રહેતા ભરવાડ પરિવારની પુખ્ત વયની પુત્રી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ છે. ચિંતાતુર પરિવાર સગાસંબંધીઓ સહિત અનેક સ્થળે શોધખોળ કર્યા બાદ પુત્રી નહીં મળતા આખરે પરિવારે ધ્રોલ પોલીસમાં પુત્રી ગુમ થયાની નોંધ લખાવી છે.

જામનગર જિલ્લામાં વર્ષના પ્રારંભથી અત્યાર સુધી યુવતીઓ, મહિલાઓ અને બાળક ગુમ થયાના બનાવો સમયાંતરે સામે આવતા રહ્યા છે ત્યારે તાજેતરમાં ધ્રોલ પંથકમાંથી 18 વર્ષીય અપરણિત યુવતી ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત એવી છે કે, ધ્રોલ તાલુકાના હરિપર ગામે રહેતા એક ભરવાડ પરિવારની 18 વર્ષીય પુત્રી તાજેતરમાં બપોરના સમયે પોતાના ઘરેથી કયાંક ગુમ થઈ ગઈ છે.

અમરાભાઈ ભૂંડિયાની દિકરી મંજુબેન ઉર્ફી કાજલબેન ઉવ.૧૮ વાળી ગુમ થઈ જતા પ્રથમ પરિવારે ગામ સહિત બહારગામ રહેતા સગાસબધીઓમાં શોધખોળ કરી હતી, જો કે પુત્રીના કોઈ સગળ મળ્યા ન હતા. જેને લઇ ચિંતાતુર પરિવારે આખરે ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો હતો. ધ્રોલ પોલીસે યુવતી ગુમ થયાની ગુમ નોંધ લખી હાલ યુવતીના સગળ મેળવવા તજવીજ શરૂ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here