ધ્રોલ: બસ અને ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત, ૧૭ ઘવાયા

0
1253

જામનગર અપડેટ્સ: જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ખાનગી લક્ઝરી બસને એક ડમ્પર ના ચાલકે ટક્કર મારી દેતાં તક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં બસની અંદર મુસાફરી કરી રહેલા ૧૭ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થવાથી ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પૈકી બે મુસાફરોને વધુ ઈજા થવાથી જામનગર રીફર કરાયા છે. ધ્રોલ પોલીસ ની ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડતી થઈ છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તજવીજ શરુ કરી છે. અકસ્માતના પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ પોતાનું વાહન થંભાવી બંને વાહનોમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા હતા. ઘટના સમયે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ થી ઓખા તરફ જઈ રહેલી શિવ શક્તિ ટ્રાવેલ્સ ની ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને આજે સવારે સાત વાગ્યાના અરસામાં ધ્રોલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી.જે દરમિયાન ધ્રોળ નજીક એક ડમ્પર ના ચાલકે કાવો મારતાં અકસ્માતે લક્ઝરી બસ સાથે ટક્કર થઈ ગઈ હતી, અને બસ રોડ થી નીચે ઉતરીને પલટી મારીને આડે પડખે થઈ હતી. જેથી મુસાફરોમાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી.જે અકસ્માતમાં બસની અંદર મુસાફરી કરી રહેલા મહિલાઓ અને બાળકો સહિતના ૧૭ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને ૧૦૮ નંબર ની જુદી જુદી ટુકડીઓ દોડતી થઈ હતી.

અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ વાહનો થંભાવી અને આજુબાજુથી દોડી આવેલ નાગરિકોએ બસમાં ફસાયેલ હત્ભાગીયોને બહાર કાઢી તાબડતોબ બચાવ કામગીરી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફરોને વધુ ઇજા થઈ હોવાથી અને ફેક્ચર થયા હોવાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બાકીના અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here