ધ્રોલ: જુગાર રમતા સખ્સો રોન કાઢે તે પૂર્વે પોલીસે રોન કાઢી

0
650

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે ધ્રોલ પોલીસે દરોડો પાડી ખરાવાડ પ્લોટમાં જુગાર રમતા આઠ સખ્સોને રોકડ સાથે દબોચી લીધા છે. તીન પતીનો જુગાર રમતા સખ્સો સામે પોલીસે જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી. આ દરોડાના પગલે ગામમાં દોડધામ મચી ગઈ હતી.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે અમુક સખ્સો ખરાવાડ પ્લોટ વિસ્તાર રામાપીરના મંદિરની બાજુમા લીબડાના ઝાડ નીચે અમુક સખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની તાલુકા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં લીંબડાના ઝાડ નીચે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ (૧) જીતેશભાઇ હરખાભાઇ વાઘેલા જાતેકોળી ઉ.વ.૪૪ ધંધો મજુરી રહેખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર (૨) ચંન્દ્રેશભાઇ ઉર્ફેકારો નાગજીભાઇ વાઘેલા જાતેકોળી ઉ.વ.૨૧ ધંધો મજુરી રહેખરાવાડ પ્લોટ વિસ્તાર  લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર વાળા તેમજ

(૩) ભુપતભાઇ ઉર્ફે કમલેશ દેવાયતભાઇ કેશુર જાતેબોરીચા આહિર ઉ.વ.૩૮ ધંધો મજુરી રહેખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર (૪) રવિભાઇ ઉર્ફેકાટીયો મનસુખભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.૨૦ ધંધો મજુરી રહેખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર (૫) ભુપતભાઇ ડાયાભાઇ ગજીયા જાતેબોરીચા ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે ખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર (૬) વલ્લભભાઇ બીજલભાઇ વાઘેલા જાતેકોળી ઉ.વ.૬૦ ધંધો મજુરી રહે ખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર (૭) કાબાભાઇ બાબુભાઇ વાઘેલા જાતે કોળી  ઉ.વ.૭૦ ધંધો મજુરી રહેખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર (૮) મગનભાઇ દેવશીભાઇ મકવાણા જાતેકોળી ઉ.વ. ૬૮ ધંધો નિવ્રુત રહેખરાવાડ પ્લોટ વિસ્તાર લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર વાળાને પકડી પાડ્યા હતા. પોલીસે રેઇડ દરમ્યાન રોકડા રૂ.૫,૭૩૦ કબજે કરી તમામની સામે જુગાર ધારા મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here