ધ્રોલ : એટીએમમાંથી પૈસા કાઢી દેવાની ના પાડતા સિક્યુરીટી ગાર્ડને માર માર્યો

0
565

જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે જૂની નગરપાલિકા કચેરી પાસે એટીએમમાં સિક્યોરીટી ગાર્ડની નોકરી કરતા એક યુવાનને કાર ચાલકે હાથાપાઈ કરી માર માર્યો હોવાની પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાઈ છે. એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડી દેવાનું કહેતા ગાર્ડે ના પાડતા આરોપી ઉસ્કેરાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ધ્રોલ તાલુકા મથકે જૂની નગરપાલિકા પાસે મુકેશ મંડપ સર્વિસ પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીન પાસે ગઈ રાત્રે સાડા દશેક વાગ્યે સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ તેજુભા જાડેજા ઉવ ૨૭ નામના યુવાનને બ્રીજરાજસિંહ વનરાજસિંહ  જાડેજા નામના હાડાટોડા ગામના  સખ્સે આંતરી લઇ હાથાપાઈ કરી ઢીકાપાટુંનો માર માર્યો હતો. જેમાં યુવાનને ડાબા હાથના ભાગે ઈજા પહોચી હતી. આરોપીએ માર મારી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને આરોપી કાર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં કાર સાથે એટીએમ સેન્ટર પર આવેલ સખ્સે કાર્ડ આપી પૈસા ઉપાડી દેવાનું કહ્યું હતું જેની સામે યુવાને નાં પાડતા ઉસ્કેરાઈ ગયેલ સખ્સે માર માર્યો હોવાનો  આરોપ લગાવાયો છે.

NO COMMENTS