દેવભૂમિ દ્વારકા: કોલેજીયન યુવતી ઘર તરફ જતી હતી ત્યારે બે સખ્સોએ પીછો કરીને..

0
2551

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની એક કોલેજીયન યુવતી કોલેજ પૂર્ણ કરી પોતાના ઘર તરફ ચાલીને જતી હતી ત્યારે બે સખ્સોએ પીછો કરી નિર્લજ ચેનચાળા કર્યા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બંને સખ્સોએ યુવતીના સેલ્ફી ફોટા પણ પાડ્યા હોવાની વિગતો સામે આવી છે.

ખંભાલીયા-દ્વારકા ધોરી માર્ગ પર આવેલ નંદાણા ગામમાં ગઈ કાલે બપોરે આ ઘટના ઘટી હતી. જેમાં ગામના ચોક્કસ વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષીય કોલેજીયન યુવતી ગઈ કાલે બપોરે પોતાના ઘર તરફ ચાલીને જતી હતી ત્યારે રાણા પાલાભાઇ માતંગ અને ભાટિયા ગામે રહેતા દિનેશ જગદીશભાઈ માતંગ નામના આ બંને સખ્સોએ એ યુવતીની એકલતા જોઈ પીછો કર્યો હતો. દરમિયાન પોતાના ઘર પાસે રાણાભાઈએ તેણીનો હાથ પકડી, શરીરે અડપલા કરી, મોબાઈલ ફોનમાં સેલ્ફી ફોટો પાડયો હતો.

જયારે આરોપી દિનેશે મોબાઈલમાં વિડીઓ શુટિંગ કરી, તેણીની આબરૂ લેવાના ઈરાદે નિર્લજ હુમલો કર્યો હતો અને બદનામ કરવાના ઈરાદે હેરાન પરેશાન કરી, તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતીએ ઘરે પહોચી પરિવારજનોને વાત કરી હતી. જેને લઈને પરિવારજનોએ સાથ આપતા યુવતીએ કલ્યાણપુર પોલીસ દફતરમાં બંને સખ્સો સામે જાતીય સતામણી અને નિર્લજ હુમલા સબંધિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ દ્વારા બંને સખ્સોની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

`

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here