દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પીઆઈને સસ્પેન્ડ કરાયા, બે પોલીસકર્મીઓને હેડક્વાર્ટર ધકેલી દેવાયા

0
1046

જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકાનું બહુચર્ચિત બોકસાઈટ પ્રકરણ જૂનું નથી થયું પરંતુ નવા રંગરૂપ સાથે ચાલતું હોવાની વિગતો સામે આવી છે. જિલ્લા પોલીસવડાએ કલ્યાણપુર પીઆઇ અને બે પોલીસકર્મીઓની સામે કાર્યવાહી કરી પીઆઇ મકવાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે બે પોલીસ કર્મીઓને હેડ ક્વાર્ટર ધકેલી દેવાયા છે, પોલીસ બેડામાં ચર્ચાથી વિગત મુજબ તાજેતરમાં એલસીબી દ્વારા પકડવામાં આવેલ બોકસાઈટ પ્રકરણમાં કલ્યાણપુર મીઠી નજર હતી જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે ફરજમાં બેદરકારીને લઈને આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે.

વર્ષ 1990થી ધીરે ધીરે શરૂ થયેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની બોક્સાઇટ ખનીજ ચોરી ધીરે ધીરે પ્રકાશમાં આવયા બાદ વર્ષ 2000 આવતા સુધીમાં તો આ રેકેટ દેશ વ્યાપી નહીં પરંતુ ઇન્ટરનેશનલ બની ગયું હતું. તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ માફીયાઓ ગેરકાયદેસર ઉત્ખનનથી માંડીને બોકસાઈટ પરિવહન અને નિકાસ સુધીની ગેરકાયદેસર કાર્યવાહી કરી માલેતુઝાર બની ગયા હતા. સરકારને આ પ્રકરણની ગંધ આવતા બોકસાઈડ ઉત્ખનન અને પરિવહન પર અંકુશ લાદી દીધો છતાં પણ કલ્યાણપુર બોકસાઈટ ઉત્ખનન પ્રવૃત્તિ ક્યારેય બંધ નહીં થઈ હોવાથી વિગતો ખૂણે ખાચરે ચર્ચાતી રહી છે.

જોકે ખનીજ માફીયાઓ હવે આ રેકેટમાંથી બહાર નીકળી વાઈટ બની ગયા છે અને અમુક ખનીજ માફિયાઓ હજી સક્રિય છે એવી વિગતો પણ અવારનવાર સામે આવતી રહી છે ત્યારે તાજેતરમાં દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા બોકસાઈટ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી . આ કાર્યવાહી બાદ જિલ્લા એસપી નિતેશ પાંડેએ કલ્યાણપુર પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ ડી મકવાણા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે ના ફરજ બજાવતા મિલનભાઈ અને રામભાઈની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જોકે સત્તાવાર પોલીસ સૂત્રોએ બોકસાઈટ પ્રકરણમાં આ કડક પગલાને લઈને જવાબદાર હોવાનો ઇનકાર કર્યો છે પરંતુ પોલીસ બેડામાં આંતરીક ચર્ચાઓ મુજબ બોકસાઈટ પ્રકરણ જ પીઆઇ ના સસ્પેન્શન પાછળ કારણભૂત છે.
સાચું ખોટું જે હોય તે પરંતુ જિલ્લા પોલીસવડાની કડક કાર્યવાહીને પગલે પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here