ડીમોલીશન : ફરી એસ્ટેટ શાખાની ટીમની ફરજમાં રુકાવટ

0
871

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં અન્ડર બ્રીજ પાસે આવેલ એક આસામીના ગેર કાયદેસરના બાંધકામને તોડવા ગયેલ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની ફરજમાં રુકાવટ કરી એક સખ્સે વાણીવિલાસ આચાર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાઈ છે.

જામનગર મહાનગર પાલિકાની ટીમે ગઈ કાલે શહેરના સત્યમકોલોની વિસ્તારમાં આવેલ અન્ડરબ્રીજ પાસે પાવન ટેનામેન્ટના પ્લોટનં-૧૩/૫ ખાતે અનધિકૃત રીતે બનાવવામાં આવેલ બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ કાલે ત્રણેક વાગ્યે એસ્ટેટ કર્મચારીઓ નિતીનભાઇ રવીશરણભાઇ દીક્ષીત સહિતની ટીમેકાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વિવેકભાઇ રમેશભાઇ ટાંક નામનો સખ્સ ઘસી આવ્યો હતો અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ સામે બોલાચાલી કરવા લાગ્યો હતો. એસ્ટેટ વિભાગે ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ આરોપી વિવેકના રહેણાકમા ડીમોલેશન અંગેની કાર્યવાહી હાથ ધરતા આરોપી ઉસ્કેરાઈ ગયો હતો અને એસ્ટેટ કર્મચારી એન આર દીક્ષિતની કાયદેસરની રાજય સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરી ડીમોલેશન અંગેની કાર્યવાહી કરવાની આરોપીએ ના પાડી અડચણ ઉભી કરી, કાયદેસરની કાર્યવાહી કરવા દેવા માટે મહાપાલિકાની ટીમે સમજાવતા આરોપી માનેલ નહી અને બોલાચાલી કરી ભુંડી ગાળો જાહેરમાં બોલી,  બધા સ્ટાફને જોઇ લઇશ તેમ કહી કાયદેસર ની ફરજમાં રૂકવટ કરી હતી. આ બનાવ અંગે મહાપાલિકા તરફથી એનઆર દીક્ષિતે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ એચ.જે.પરીયાણી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS