કોરોના ઇફેક્ટ: હવે જગત મંદિરના દરવાજા પણ બંધ

0
449

દ્વારકા : દ્વારકાધીશ મંદિર અગામી 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો કોરોના ના કેસો સતત વધતા જતા હોઈ યાત્રિકોની અવરજવર પણ વધારે રહેવાની સંભાવના વચ્ચે સંક્રમણ વધે નહીં તે માટે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કોરોનાં નું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે કલેકટરના અધ્યક્ષ સ્થાને દેવસ્થાન સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો છે જેથી આવતીકાલથી મંદિર બંધ થશે યાત્રિકો આવતીકાલથી દર્શન નહીં કરી શકે.

આગામી 30 તારીખ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હોઈ ભક્તો દ્વારકાધીશના દર્શન વેબસાઈટ મારફતે કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કેસો સતત વધવા લાગ્યા હોઈ સંક્રમણ વધે નહીં તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે રવિવારે પણ કોરોનાનો કહેર અવિરત રહ્યો છે. આજે સાંજ સુધીમાં વધુ 312 દર્દીઓ નવા સામે આવ્યા છે. જ્યારે શહેરમાં એક દર્દીનું સતાવાર મોત જાહેર કરાયું છે. નવા દર્દીઓમાં શહેરના 189 અને ગ્રામ્યના 123 દર્દીઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલ સુત્રોનું માનવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

NO COMMENTS