લાંચ : દિવાળીના દિવસે જ જમાદાર 10 હજારની લાંચ લેતા જલાઈ ગયા

0
1378

દિવાળીના દિવસે સુરત ગ્રામ્ય પોલીસના એક જમાદાર દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ જતા જમાદારના કેરિયરમાં દિવાળીને બદલે હોળી લાગી ગઈ છે. બાઈક છોડાવવાના કેસમાં અભિપ્રાય આપવા માટે આરોપી જમાદારે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

સુરત ગ્રામ્ય પોલીસના જમાદારે દિવાળીના દિવસે જ એસીબીના હાથે જલાઈ ગયા છે. જેની વિગત મુજબ ફરીયાદીના અસીલના વિરૂધ્ધમાં કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

જેમાં એક આસામીના પતિની મોટર સાઇકલ છોડાવવા સારૂ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં પોલીસ અભિપ્રાય આપવાના અવેજ પેટે આરોપી રાજેશભાઇ દલસંગભાઇ ચૌધરી, એએસઆઇ, કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન, જીલ્લો-સુરત ગ્રામ્ય, વર્ગ- ૩ના પોલીસકર્મીએ રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેના લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોવાથી તે તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને આજે લાંચના છટકુ ગોઠવ્યું હતું. એસીબીએ અગાઉથી જ સ્થળ નિશ્ચિત કરતા ફરિયાદી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ગયા હતા.

જ્યાં જમાદાર સાથે થોડી વાતચીત થયા બાદ પી.આઇ. રાઇટરની ઓફિસમાં જ જમાદારે રૂપિયા દસ હજારની માંગણી કરી હતી અને હાથો હાથ લાંચ લીધી હતી. છટકું સફળ થતા જ એસીબીએ તુરંત રાઈટર ઓફીસમાં એન્ટ્રી મારી હતી અને જમાદારને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS