વિધાનસભા: લાલપુર તાલુકામાં કેટલા ડેમ? કેટલા કિમીની કેનાલ?

0
2803

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંથકમાં કેટલા ડેમો આવેલા છે ? આ ડેમ અંતર્ગત કેટલી કાચી અને પાકી કેનાલનું કામ થયું છે ? જામનગર જીલ્લાની જામજોધપુર બેઠકના ધારાસભ્ય હેમતભાઈ ખવા દ્વારા ચાલુ વિધાનસભાના પ્રશ્નોતરીકાળ દરમિયાન જળ સંપતી મંત્રીને પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હાલ 12 ડેમો આવેલ છે. જેમાં 27 કિલોમીટરની પાકી અને 20 કિલોમીટરની કાચી કેનાલ હયાત છે. કેનાલને પાકી કરવાનું શું આયોજન છે ? તે સંબંધે પણ ધારાસભ્ય હેમંતભાઈ દ્વારા પુરક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

નવી સરકાર રચાયા બાદ પ્રથમ વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. બજેટના આ સત્ર દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીર દ્વારા જળ સંપતિ મંત્રી સમક્ષ પ્રશ્ન કાળ દરમિયાન ડેમ સંબંધીત પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો. જેમાં લાલપુર તાલુકા ના ડેમો હેઠળ કાચી કેનાલોને પાકી કરવાનું સરકારનું શું આયોજન હોવાનો મુખ્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં જળ સંપત્તિ મંત્રી એ જવાબ આપતા જણાવ્યું હતું કે લાલપુર તાલુકામાં કુલ 12 ડેમો આવેલા છે. જેમા રૂપાવટી ફુલજર-2, ગોવાણા નાની સિંચાઇ યોજના, નવી વેરાવળ નાની સિંચાઇ યોજના, ઢાંઢર નાની સિંચાઈ યોજના, રૂપાવટી નાની સિંચાઇ યોજના, ખડ ખંભાળિયા નાની સિંચાઇ યોજના, પીપરટોળા નાની સિંચાઇ યોજના અને ડબાસંગ નાની સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે. આ તમામ ડેમ પર સિંચાઈની પાકી કેનાલો કેટલા કિલોમીટરની છે અને કાચી કેનાલો કેટલા કિલોમીટરની બનાવવામાં આવી છે?  તેવા ધારાસભ્યના પુરક પ્રશ્નના જવાબમાં જળ સંપતિ મંત્રીએ જણાવ્યું હતું કે રૂપાવટી ડેમ ઉપર 7.80 kmની પાકી કેનાલ, ફુલજર-2 ડેમ ઉપર 5.40 kmની કાચી કેનાલ, પન્ના ડેમ ઉપર 19.70 કિ.મી પાકી કેનાલ જ્યારે સસોઈ ડેમ પર 5.50 કી.મી ની કાચી કેનાલ અને રૂપાવટી નાની સિંચાઈ યોજના અંતર્ગત દોઢ કિલોમીટરની કાચી કેનાલ તેમજ ખડખંભાળિયા સિંચાઈ યોજના અંતર્ગત 5.80 km ની અને પીપરટોડા નાની સિંચાઈ યોજના અંતર્ગત 3.60 કી.મી ની કાચી કેનાલ હયાત હોવાનો જવાબ આપ્યો હતો.

 જ્યારે ધારાસભ્ય દ્વારા કાચી કેનાલોને પાકી કરવાનું સરકારનું શું આયોજન છે ? તેવા સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે તમામ ડેમોમાં કેનાલો સુચારું રીતે કામ કરતી હોવાથી તેને પાકી કરવા માટેની રજૂઆતની તાંત્રિક ચકાસણી કરીને આગળ કામગીરી હાથ ધરવાનું સરકારનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here