કાલાવડ : પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો, માતાપિતાએ પ્રેમીને ઝાડ સાથે બાંધી મોતને ઘાટ ઉતાર્યો

0
952

જામનગર : કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે એક ક્ષત્રિય યુવાનની શ્રમિક દંપતી અને તેની પુત્રી સહિતના ચાર સભ્યોએ પીપળના ઝાડ સાથે બાંધી ક્રૂર હત્યા નિપજાવી હોવાનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. શ્રમિક દંપતીની અપરણિત પુત્રી સાથે યુવાને બંધાયેલ પ્રેમ સંબંધ હત્યાનું કારણ બન્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારને ખબર પડી જતા પ્રેમિકાએ જ પ્રેમીને રાત્રે વાડીએ બોલાવી માતા-પિતાની મદદથી પતાવી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

ચકચારી બનાવની વિગત મુજબ, ખીમાણી સણોસરા ગામની પશ્વીમ સીમમા આવેલ ખારાવાળી વાડી કે જે નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજા ની હોય તે વાડી વીરમભાઇ બટુકભાઇ ગમારા એ વાવવા રાખેલ રાખી છે. વિરામભાઈએ પણ આ જમીન સવજીભાઇ માધાભાઇ બારીયાનાયક અનેગુંજીબેન સવજીભાઇ બારીયાનાયક, સીમીબેન ભાવેશભાઇ બારીયાનાયક અને નાનીબેન સવજીભાઇ બારીયાનાયક રહે-બધા મુળ છોટાઉદેપુર વાળાઓને વાવવા આપી હતી. દરમિયાન વિરામભાઈના મિત્ર મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા કાંધુભા જાડેજા (ઉ.વ.-૩૮) વાળા વિરમભાઇ સાથે અવારનવાર વાડીએ જતા આવતા હતા. જેમાં મુન્નાને અપરણિત નાનીબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આશરે છએક માસથી પ્રેમ સબંધમાં બંને અવારનવાર મળતા હતા. બંનેના આ સંબંધ અંગે તેણીના માતા-પિતાને ખબર પડી ગઈ હતી. જેથી મુન્નાને પતાવી દેવા કાવતરું રચી ગયેલ હોય જેથી આરોપી નં-૧,૨,૩,૪ નાએ ભેગા મળી મરણજનાર મહાવીરસિંહ ને મારી નાખવાનુ ગુનાહીત કાવતરૂ રચી મુન્નાને શનિવારે રાત્રે વાડીએ બોલાવ્યો હતો. બંને તા.૧૦/૦૪/૨૦૨૧ ના બપોરના આશરે બેએક વાગ્યે વાડીએ મળેલ ત્યારે પ્રેમિકાએ મુન્નાને આજે રાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજો એવી વાત કરી હતી. જેને લઈને રાત્રે સાડા આઠેક વાગ્એ મુન્નો વાડીએ પ્રેમિકાને મળવા ગયો હતો. જ્યાં પ્રથમથી જ વાટ જોઈ બેઠેલ તેણીના માતા પિતાએ મુન્નાને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી, નાળા(રસ્સી) દ્વારા પીપળાના ઝાડ સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી, પ્રેમિકા સાહિતનાઓએ લાકડાના ધોકા વડે આશરે સતત અડધો કલાક માર મારી કરપીણ હત્યા નિપજાવી હતી. આ બનાવની સવારે જાણ થતાં જ મૃતકના ભત્રીજા ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઇ સુખદેવસિંહ ઘોઘુભા જાડેજા સાહિતનાઓએ પોલીસને જાણ કરી હતી. પોલિસે સ્થળ પર પહોંચી મૃતકનો કબ્જો સંભાળી ચારેય શખ્સો સામે હત્યા અને કાવતરા સબબ ફરિયાદ નોંધી અટકાયત કરવા સહિતની આગળની કરુલયવહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here