જામજોધપુરના જામવાડી ગામે વિકલાંગ યુવક સાથે ગંભીર દુર્વ્યવહાર

0
76

પ્રાઈમ ઇન્ફૉ:

  • વિકલાંગ યુવક ભોગ બન્યો: જામજોધપુર તાલુકાના જામવાડી ગામના 28 વર્ષીય વિકલાંગ યુવક સાથે બળજબરીપૂર્વકનું વર્તનનો આક્ષેપ.
  • મંદિરે આરતી સમયે ઘટના: 29 ઓક્ટોબરના રોજ શિવ મંદિરે આરતી કરવા ગયેલા યુવાનનો હાથ પકડી પડતર છતવાળા મકાનમાં ગોંધી રાખ્યો હોવાનો આરોપ.
  • મારપીટ અને ધમકી: આરોપી કારૂભાઈ સગારકાએ તમાચો મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું.
  • પોલીસ ફરિયાદ નોંધાઈ: ભોગગ્રસ્તના પિતાની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે 29 ઓક્ટોબરે રાત્રે 11:50 વાગ્યે ગુનો નોંધ્યો.
  • આરોપી સામે કલમો: આરોપી સામે BNS 2023ની કલમ 115(2), 127(2) અને 351(3) હેઠળ ગુનો, ધરપકડની કાર્યવાહી બાકી છે.

જામનગર અપડેટ્સ: જામજોધપુર તાલુકાના જામવાડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના શિવ મંદિરે આરતી કરવા ગયેલા 28 વર્ષીય વિકલાંગ યુવક સાથે એક શખ્સે બળજબરીપૂર્વકનું વર્તન કરી, તેને પડતર છતવાળા મકાનમાં લઈ જઈ ગોંધી રાખ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. એટલું જ નહીં, યુવકને તમાચો મારી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની તેમજ આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.

શું છે સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો અનુસાર, જામવાડી ગામના મૂળ રહેવાસી પિતાએ પોતાના વિકલાંગ પુત્ર તા.29 ઓક્ટોબરના રોજ ગામના શિવ મંદિરે આરતી કરવા માટે ગયા હતા.

આ દરમિયાન ગામમાં રહેતા કારૂભાઈ અરજણભાઈ સગારકા નામના શખ્સે યુવાનનો હાથ પકડી બળજબરીપૂર્વક ખેંચી લીધો હતો અને શિવ મંદિરના ડેરા પાસે આવેલા પડતર છતવાળા મકાનમાં લઈ જઈ ગોંધી રાખ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આરોપ છે કે, આ દરમિયાન શખ્સે યુવાનને એક તમાચો માર્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ આ સમગ્ર બાબત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામજોધપુર પોલીસમાં ફરિયાદ, આરોપી સામે ગુનો નોંધાયો

આ બનાવ અંગે યુવાનના પિતાએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપી કારૂભાઈ અરજણભાઈ સગારકા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 127(2) અને 351(3) હેઠળ ગુનો નોંધ્યો છે.

29 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 11:50 વાગ્યે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી બાકી હોવાનું પોલીસ નોંધમાં દર્શાવાયું છે. સમગ્ર મામલે જામજોધપુર પોલીસના એ.એસ.આઈ. આર.એ. વાઘ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here