જામનગર: નગરજનો તમે અહીં જમવા-નાસ્તો કરવા નથી ગયા ને ? જો જો ૮૨ એકમો સામે થઈ કાર્યવાહી, કેમ ?

0
655

પ્રાઈમ ઇન્ફૉ:

જામનગરમાં દિવાળી પૂર્વે જામનગર મનપાની ફૂડ ચેકિંગ ઝુંબેશ

છેલા એક સપ્તાહમાં કુલ ૮૨ પેઢીઓનું ચેકિંગ કરાયું

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૮૨ હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને ફેરિયાઓની ચકાસણી

અસ્વચ્છ અને અનહાઇજીનિક પરિસ્થિતિમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવા બદલ કુલ ૧૧ પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂ. ૬૦,૦૦૦ નો દંડ વસૂલાયો

તપાસ દરમિયાન ૨૨૯ કિલો વાસી ખોરાક, ૩૦ કિલો તેલ (TPC વધારે હોવાને કારણે), ૩ લીટર સુગર સીરપ અને ૮ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરવામાં આવ્યો

ખંભાળિયા બાયપાસ અને અન્ય ગ્રાઉન્ડ્સ પર યોજાયેલ નવરાત્રી મહોત્સવ તથા રંગ રાત્રી/રંગતાલી જેવા ફૂડ સ્ટોલ્સ પર પણ ચેકિંગ હાથ ધરી અખાદ્ય સામગ્રી જપ્ત કરાઈ

ગુણવત્તા ચકાસવા માટે ટીમ દ્વારા અલગ-અલગ સ્થળોએથી કુલ ૫૮ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ લેબોરેટરી (ઢીંચડા) ખાતે મોકકાયા

જામનગર અપડેટ્સ, તા. ૨૨:
જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દીપેશ કેડિઆના માર્ગદર્શન હેઠળ શહેરીજનોની સુખાકારી અને આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને રેલડી-ફેરિયાઓ સામે વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અસ્વચ્છ અને અનહાઇજીનિક પરિસ્થિતિમાં વેચાણ અર્થે રાખવામાં આવેલ લાખો રૂપિયાનો અખાદ્ય ખોરાક જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૧ પેઢીઓ પાસેથી કુલ રૂ. ૬૦,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

વિવિધ વિસ્તારોમાં વ્યાપક તપાસ
ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે લીમડા લાઈન, બેડેશ્વર, એરફોર્સ રોડ, અંબાજી ચોક, ડિફેન્સ કોલોની, પટેલ કોલોની, પ્રદર્શન ગ્રાઉન્ડ, સુમેર ક્લબ અને રમત-ગમતના મહોત્સવો/નવરાત્રી ગ્રાઉન્ડ્સ (જેવા કે જોગસ પાર્ક, નાગનાથ ગેટ, જુના રેલવે સ્ટેશન, શ્રીનિવાસ-૧ પટેલ સમાજ, રઘુવીર સોસાયટી, હરિયા કોલેજ પાસે, દિગ્જામ સર્કલ, ટાઉનહોલ, સમર્પણ સર્કલ, ખંભાળિયા બાયપાસ, દ્વારકા હાઇવે, સત્યમ કોલોની, રાજપાર્ક અને હાપા રોડ) સહિતના અનેક વિસ્તારોમાં આવેલી કુલ ૮૨ પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.

દંડ કરાયેલી પેઢીઓની વિગતો (કુલ દંડ: ₹૬૦,૦૦૦)
તપાસ દરમિયાન અનહાઇજીનિક પ્રેક્ટિસ જણાતા કુલ ૧૧ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે:
૧. કે.જી.એન. ચિકન (એરફોર્સ રોડ) – ₹૫,૦૦૦
૨. રમેશ બેકરી (અંબાજી ચોક) – ₹૧૦,૦૦૦
૩. જામ શામ કેફે (પટેલ કોલોની) – ₹૩,૦૦૦
૪. સંભાજી રેસ્ટોરન્ટ (હરિયા સ્કૂલ સામે) – ₹૨,૦૦૦
૫. રઝા બેકરી (બેડેશ્વર) – ₹૧૦,૦૦૦
૬. સુરેશ ફરસાણ & સ્વીટ (નાગનાથ ગેટ) – ₹૫,૦૦૦
૭. શ્રી ઝૂલેલાલ સ્વીટ્સ (જુના રેલવે સ્ટેશન) – ₹૩ [કુલ ₹૫,૦૦૦ પેનલ્ટી]
૮. જય ભવાની ફરસાણ & સ્વીટ (જુના રેલવે સ્ટેશન) – ₹૫,૦૦૦
૯. વૈદ્યનાથ અનાજ ભંડાર (બેડેશ્વર) – ₹૫,૦૦૦
૧૦. એકતા સ્વીટ & ફરસાણ (શ્રીનિવાસ પટેલ સમાજ) – ₹૫,૦૦૦
૧૧. લક્ષ્મી ફરસાણ (રઘુવીર સોસાયટી) – ₹૫,૦૦૦
નાશ કરાયેલ અખાદ્ય ખોરાક અને જથ્થાની વિગતો
અનહાઇજીનિક અને વાસી હોવાને કારણે સ્થળ પર કુલ ૨૨૯ કિલો વાસી ખોરાક, ૧ પેકેટ કલર, ૩ લીટર સુગર સીરપ, TPC ૨૫ થી વધુ હોવાને કારણે ૩૦ કિલો તેલ અને ૮ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો:

  • પ્રસાદમ રેસ્ટોરન્ટ (લીમડા લાઇન): ૨ કિલો ગ્રેવી, ૨ કિલો ચણા, ૨ કિલો મગ, ૨ કિલો ઢોકળા, ૭ રોટલા, ૧ કિલો સૂપ અને ૨ કિલો પનીર સબ્જી.
  • ૧૧:૧૧ કેફે (સારથી કોમ્પ્લેક્ષ): ૨ કિલો પાસ્તા, ૫૦૦ ગ્રામ નૂડલ્સ/આટો, ૧ કિલો રિચ ક્રીમ અને ૫ કિલો વિપ્ડ ટોપિંગ.
  • રઝા બેકરી (બેડેશ્વર): ૫૦૦ ગ્રામ સેવ, ૪૦૦ ગ્રામ અમુલ માખણીયા બિસ્કીટ (૫ નંગ) અને ૫૦૦ ગ્રામ જોલી સોનપાપડી.
  • રમેશ બેકરી (અંબાજી ચોક): ૧૦ કિલો આટો અને ૧૨ કિલો ગ્રેવી.
  • જામ શામ કેફે (પટેલ કોલોની): ૧ લીટર દૂધ અને ૧ કિલો ચાઉમીન.
  • વાઇબ & બાઇટ્સ (હાઇવે ૧૦ સામે): ૧ કિલો બ્રેડ, MSG, ૧ કિલો ફ્રોઝન પીસ, ૫૦૦ ગ્રામ ચોખા, ૫૦૦ ગ્રામ પાસ્તા અને ગ્રેવી.
  • રાજેશ અરવિંદભાઈ ભદ્રા (પ્રદર્શન ગ્રાઉન્ડ): ૩ લીટર સુગર સીરપ.
  • ઉદય કેટરિંગ / સુમેર ક્લબ નવરાત્રી: ૧૨ પેકેટ લોબ બ્રેડ અને ૧ પેકેટ ફૂડ કલર.
  • ગૌર રેસ્ટોરન્ટ (ટાઉનહોલ): ૧૦ કિલો ખાદ્ય તેલ.
  • કેશવારશ ફૂડ સ્ટોલ – રંગ રાત્રી (ખંભાળિયા બાયપાસ): ૩ કિલો મંચુરિયન અને ૧ કિલો ઢોકળી.
  • રંગતાલી નવરાત્રી ફૂડ સ્ટોલ (ખંભાળિયા બાયપાસ): ૫ કિલો રેડ સોસ.
  • દ્વારકેશ ડાઇનિંગ હોલ (નાગનાથ ગેટ): ૫૦૦ ગ્રામ લોટ (આટો).
  • તાજ રેસ્ટોરન્ટ (નાગનાથ ગેટ): ૨ કિલો ચટણી અને ૧ કિલો ચોખા.
  • જગદીશકુમાર મનસુખલાલ સોમૈયા (બેડેશ્વર કાપડ મિલ): ૧/૨ કિલો ચેવડો મસાલો, ૨ કિલો બાજરી, ૫૦ કિલો ચોખા, ૮ કિલો મિક્સ અથાણું, ૧૦ કિલો મસાલા ગ્રેવી, ૨૫૦ ગ્રામ પેક્ડ મસાલો, ૨ કિલો રેડ/ગ્રીન ચિલિ ચટણી, ૧૬ કિલો ભૂંગળા, ૩ કિલો કેચપ અને ૧૦ કિલો કેચપ બોટલ.
  • ગરબા ટાઉન (ખંભાળિયા બાયપાસ): ૭ કિલો ક્રીમ એનાલોગ અને ૫ કિલો બોઇલ્ડ પાસ્તા.
  • રાસલીલા નવરાત્રી (દ્વારકા હાઇવે): ૪૪ કિલો ક્રીમ એનાલોગ.
  • એકતા સ્વીટ & ફરસાણ: ૧.૫ કિલો ખમણ, ૮ કિલો વેજ ઘી અને ૨ કિલો કચોરી મસાલો.
  • લક્ષ્મી ફરસાણ (રઘુવીર સોસાયટી): ૩ કિલો પ્રિન્ટેડ પસ્તી.
  • હરિઓમ નમકીન (મોતીનગર પટેલ કોલોની): ૪ કિલો કેળા વેફર અને ૩ કિલો બટેટા વેફર.
  • ન્યુ પટેલ સ્વીટ & ફરસાણ માર્ટ (પટેલ કોલોની): ૨ કિલો મીઠાઈ (સ્વીટ).
  • શ્રી ગણેશ સ્વીટ & નમકીન (હરિયા કોલેજ પાસે): ૨૦ કિલો ખાદ્ય તેલ.
  • શિવાલય ડેરી (હરિયા કોલેજ પાસે): ૪ કિલો ગોળ, ૧ લીટર કીવી સીરપ, ૧ લીટર મસાલા સોડા સીરપ અને ૧ લીટર રોઝ સીરપ.
  • પટેલ ફરસાણ માર્ટ (કૃષ્ણનગર): ૫ કિલો પ્રિન્ટેડ પસ્તી.
    નમુના લેબોરેટરીમાં મોકલાયા
    આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર તપાસ દરમિયાન કુલ ૫૮ જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ (નમૂના) ભેગા કરવામાં આવ્યા છે, જેને વધુ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી, ઢીંચડા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. મનપાની આ લાલ આંખથી ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here