સબંધ શબ્દ જીવન સાથે બહુ જ સહજતાથી ભળી ગયો છે, જાણે કે જીવન નો પર્યાય શબ્દ જ સબંધ! શું માનવ જીવનની કલ્પના સબંધ વગર થઇ શકે ખરી? ખરૂં જોઈએ તો જીવન સમજમાં આવે એ પહેલાંજ સંબંધના તાણાંવાણાંથી ગુંથાઈ જાય છે. માંના ગર્ભમાંથી જ આવતાની સાથે કેટલાંક સબંધના તાર આપોઆપ જ બંધાઈ જતાં હોય છે.
જેમ કે માતાપિતા,દાદાદાદી,કકાકાકી,ભાઈ,બહેન આમ કેટલાક સબંધ આપોઆપ જ બની જાય છે જેને આપણે લોહીના સબંધ તરીકે ઓળખીયે છીએતો કેટલાક સબંધ બનવવા પડે છે તો કેટલાંક સબંધ બનાવતા જન્મારો વિતી જાય છે! માણસ એક સામાજિક પ્રાણી છે. કુંટુંબ કુંટુંબ વચ્ચેના સબંધ, કુંટુંબ અને સમાજ વચ્ચે, સમાજ અને રાષ્ટ્ર,અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સબંધો, વ્યાપારીક સબંધો ,પ્રાકૃતિક સબંધો આમ જોઈ આ તો આખુંય જગત સંબંધોના તાણાંવાણાંથી ગુંથાયલું છે.
જીવનમાં જેવા અને જેટલા સબંધો સુંદર,સુંવાળાં ,મીઠા,મધુરા એવું જ જીવન મીઠું મધુરૂં અને સુવાળું બની જાય છે. પરંતુ સબંધો જીભના રસાસ્વાદ સ્વાદ જેવા છે. કેટલાંક ખાટા ,મીઠા,તુરા ,અને કડવાં તેમ જિંદગીમાં પણ જાતજાતના સબંધોના અનુભવ થાય છે.સબંધ જીવનમાં ઘણું શીખવી જાય છે. ખરેખર તો વિવિધતા ભર્યા ખાટા,મીઠાં ,કડવાં સબંધોથી જ જીવન નું ખરું ઘડતર થઇ છે. કેટલાક કેટલાંક સબંધો સદાબહારની જેમ હંમેશા ખીલેલા રહે,પુરબહાર પ્રેમની હેલીઓ ઉછળતી જોવા મળે છે.