જામનગર અપડેટ્સ: જામનગરની નંદધામ સોસાયટી ના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરી તેમાંથી ભાડુ ઉઘરાવવાતું હોવા બાબતે આજે ફરી એક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી દબાણકારો સામે પગલા લેવાની માંગ કરી હતી. આ સમયે રેંકડી સાથે ઘંટનાદ કરવામાં આવ્યો હતો.દબાણ દુર કરી કોમન પ્લોટ ખાલી કરવામાં આવે અને દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે એવી નક્કર અવાજે વધુ એક વખત માંગણી કરવામાં આવી છે.

જામનગર માં પ્રણામી સ્કૂલ સામે ના વિસ્તારમાં નંદધામ સોસાયટી ના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરી લેવાયું છે. અને તેના ભાડા ની રકમ ના ઉઘરાણા કરવામાં આવે છે. આ મુદ્દે સોસાયટી ના વકીલ પ્રતિક જોષી ની આગેવાની માં અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ પગલા લેવાયા નથી.
આથી આજે સોસાયટીના રહીશોને સાથે રાખીને રેંકડી અને ઘંટનાદ સાથે રજૂઆતો માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને નિયમ મુજબ પગલા લેવા માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી અહી સોસાયટીના અડધા કરોડની કીમતના કીમતી સાર્વજનિક પ્લોટ પર રાજકીય વગદાર સખ્સોએ કબજો જમાવી નાનામોટા બાંધકામો કરી નાખ્યા છે અને ભાડે આપી દીધા છે. ન્યુસન્સ સમા આ બાંધકામ દુર કરી જગ્યા પરત સોંપવા તેમજ વગદાર સખ્સો સામે તંત્ર લેન્ડ ગ્રેબિંગ મુજબ ફોજદારી નોંધી કાર્યવાહી કરે એવી માંગણી રહેવાસીઓ કરી રહ્યા છે. જો કે તંત્રએ માત્ર બે નોટીસ આપી ને સંતોષ માની લીધો હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી નથી થતા સોસાયટીવાસીઓએ કલેકટર તંત્રને આવેદન આપી રજૂઆત કરી હતી. છતાં પણ ફોજદારી રાહે કામ નહિ થતા આજે સોસાયટીવાસીઓએ વધુ એક વખત તંત્રને યાદ અપાવવા માટે આશ્ચર્યજનક રીતે રેકડીમાં ઘંટ બાધી છેક પ્રણામી સ્કુલ સાથેથી છેક મહાન્ગ્પાલિકા સુધી રેલી યોજી રજૂઆત કરી છે. જ્યાં સુધી જે તે દબાણકારો સામે ફોજદારી નહી નોંધાય ત્યાં સુધી સોસાયટીવાસીઓ બેઠા નહી રહે તેમ પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.