જામનગર: ધમધમતું ફૂટણખાનું પકડાયું, શરીર સુખ માણવા આવેલ પ્રૌઢ અને યુવાન રંગેહાથ પકડાયા

0
1394

જામનગર અપડેટ્સ: જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ચાલતા દેહના વ્યાપાર પર પોલીસે દરોડો પાડી શરીર સુખ માણવા આવેલ બે સખ્સો અને એક મહિલા સહીત ત્રણને પકડી પાડ્યા છે. પોલીસ પુત્ર સંચાલિત આધુનિક વેશ્યાવૃતિના અનૈતિક ધંધા બાદ દોઢ માસમાં બીજું ફૂટણખાનું પકડાયું છે. પોલીસે દેહ વ્યાપારના અનૈતિક સ્થળ પરથી ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મહિલાએ ફ્લેટ ભાડે રાખી બહારથી મજબુર યુવતીઓને બોલાવી અનૈતિક દેહ વ્યાપાર શરુ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં પટેલ કોલોની શેરી નં ૦૯ ના છેડે યાદવ પાનની બીજી શેરી ભવાની નમકીન શેરીમા ચીરાગ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર મકાન નં ૦૧મા એક મહિલા ભાડેથી ફ્લેટ રાખી કૂટણખાનું ચલાવતી હોવાની સીટી બી ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની આગેવાની નીચે સીટી બી ડીવીજન પોલીસ મથકના પીઆઈ પી કે ઝા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ગઈ કાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે પોલીસે કરેલ કાર્યવાહીમાં ઉપરોક્ત સ્થળેથી ધમધમતા દેહ વ્યાપારનો પર્દાફાસ થયો હતો.

પોલીસે ફ્લેટમાં ગ્રાહકોને શરીર સુખની વ્યવસ્થા પૂરી પાડી ધંધો કરાવતી મહિલા અને શરીર સુખ માણવા આવેલ ૫૪ વર્ષીય નીતેશભાઈ શાંતીલાલ વસા વાણીયા રહે વિકાસ રોડ મહીલા કોલેજ પાસે ઈન્દ્રદીપ સોસાયટી સી/૪ ૮૩ જામનગર તથા ડ્રાઈવિંગ કરતા ૩૫ વર્ષીય ફીરોજભાઈ અબ્દુલભાઈ ચૌહાણ વાઢા રહે ધરાનગર ૦૨ સૈયદી હોટલ સામે જામનગર વાળા સખ્સો આબાદ મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે સાથે કૂટણખાનું ચલાવતી મહીલા અને શરીર સુખ માણવા આવેલ બંને ગ્રાહકોની ધરપકડ કરી હતી.

સીટી બી ડીવીજન પોલીસે ત્રણેય સખ્સો સામે ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્સન એકટ ૧૯૫૬ ની કલમ-૩(૧), ૪(૧), ૫(૧-એ) મુજબ ફરિયાદ નોંધી છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ એમ.એચ. સાંકળીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. દેહના અનૈતિક વ્યાપારમાં દર વખતે પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી રેડ કરવી પડતી હોય છે. પરંતુ પટેલ કોલોની વિસ્તારમાં રેડ દરમિયાન બે ગ્રાહકો પણ રંગે હાથ પકડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દોઢ માસ પૂર્વે નિવૃત પોલીસ પુત્ર દ્વારા ટેમ્પોમાં મોબાઈલ ફૂટણખાનું ઉભું કરી કરાવાતા દેહ વ્યાપાર પર ડીવાયએસપી ઝાલા સહિતના સ્ટાફે જ રેડ પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here