ધ્રોલ: ૨૨ વર્ષીય યુવતી બે વર્ષીય પુત્રી સાથે એક સપ્તાહથી ગુમ

0
957

જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે મજુરી કામ કરતા પરિવારને પરિણીતા પોતાની બે વર્ષીય પુત્રી સાથે સપ્તાહ પૂર્વે ઘર છોડી ક્યાંક ગુમ થઇ ગઈ છે. સ્થાનિક પોલીસે માતા પુત્રી ગુમ થઇ જતા શોધખોળ શરુ કરી છે. બપોરના સમયે કોઈને કહ્યા વગર પરિણીતા પુત્રી સાથે ઘરેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેણીના મોબાઈલના આધારે સગળ મેળવવા તજવીજ હાથ ધરી છે. સંતાનો સાથે ગુમ થતી મહિલાઓ ઘરેલું અત્યાચાર કે પરિવારની નબળી આર્થિક સ્થિતિને લીધે ઘર છોડતી હોવાના કારણો સામે આવતા હોય છે ત્યારે આ બનાવ પાછળ શું કારણ છે એતો પરિણીતા મળ્યે જ સામે આવશે હાલ તો પોલીસે મહિલા અને તેની પુત્રીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક દેવીપુજક પરિવારની ૨૨ વર્ષીય પરિણીતા માસુમ પુત્રી સાથે ગુમ થયાની વિગતો પોલીસ દફતરથી જાહેર થઇ છે જેની વિગત મુજબ ગત તા. ૩જીના રોજ બપોરે બે વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીના કોઈ પણ સમયગાળા દરમિયાન ઘર કામ કરતી પરિણીતા પુજાબેન લક્ષ્મણભાઈ રાઠોડ ઉ.વ.૨૨ તેની બે વર્ષીય પુત્રી નેન્સી સાથે ઘરેથી નીકળી ગઈ છે. પતિ કે ઘરના કોઈ સભ્યને જાણ કર્યા વિના જ પરિણીતા ઘરેથી જતી રહેતા પતિ સહિતના પરિવારના સભ્યોએ આડોસી પાડોશીઓ અને બહારગામ રહેતા સગા સબંધીઓ સુધી તપાસ કરાવી હતી. 

પરંતુ પરિણીતા અને માસુમ પુત્રીના કોઈ સગળ મળ્યા ન હતા. પરિણીતા ગુમ થઇ ગયાને એક સપ્તાહનો સમય થઇ ગયો  હોવા છતાં પતો નહિ  મળતા કે તેણીની તેની પુત્રી સાથે પરત નહી ફરતા આખરે પરિવારજનોએ સ્થાનિક પોલીસ દફતરનો સંપર્ક કરી મદદ માંગી માતા-પુત્રી ગુમ થયા અંગેની ગુમ નોંધ લખાવી હતી. પોલીસે ગનાવની ગંભીરતાને ધ્યાને રાખી તેણીના મોબાઈલના આધારે તેની અને તેની માસુમ પુત્રીના સગળ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here