જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામે આવેલ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમામાં તોડફોડ કરી અજાણ્યા સખ્સોએ શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અસામાજિક તત્વોના કૃત્ય સબંધે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. અજાણ્યા સખ્સે ચશ્મા તોડી નાકનો ભાગ તોડી નુકશાન કરી સમગ્ર અનુસુચિત જાતિના સમાજની ધાર્મીક લાગણી દુભાવતા જીલ્લાભરના સમાજમાં કચવાટ ઉભો થયો છે.

જામજોધપુર તાલુકા મથકથી ૨૫ કિમી દુર આવેલ ઈશ્વરીયા ગામે ગઈ કાલે કોઈ ટીખળખોર સખ્સે ગામમા રાખેલ ભારતના બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આમ્બેડકર સાહેબ સ્ટેચ્યુમા તોડફોડ કરી હતી. અજાણ્યા સખ્સે પ્રતિમા પર ચડાવેલ ચશ્મા તોડી નાકનો ભાગ તોડી નુકશાન કર્યું હતું. આ સખ્સે સમગ્ર અનુસુચિત જાતિના સમાજની ધાર્મીક લાગણીના પ્રતિક સમાન મહાપુરૂષ ભારત રત્ન ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરી નુકશાન કરી, એસ.સી. સમાજની ધાર્મીક લાગણીને આધાત પહોચે તેવુ કૃત્ય કરવા બદલ ગામના મહેંદ્રભાઇ મેસાભાઇ બેલા આહિરએ કોઇ અજાણ્યા સખ્સ સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પીઆઈ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
 
                




