દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના મોટી ખોખરી ગામે રહેતા એક યુવાન અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપવા સબબ ભંડારિયા ગામના ત્રણ સખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભંડારિયા ગામની યુવતી અને યુવાન લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગતા આરોપીઓએ ધમકીઓનો મારો ચલાવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ખંભાલીયા તાલુકાના મોટી ખોખરી ગામે રહેતા અને ખેતી કરતા ગોવિંદભાઈ નોઘાભાઈ બારડએ ભંડારીયા ગામે રહેતા રમેશભાઈ મેરામણભાઈ ભાટિયાની પુત્રી આશા સાથે ગત તા. ૩/૫/23ના રોજ અમદાવાદ ખાતે લીવ ઇન રીલેશનશીપ (મૈત્રી કરાર) કર્યા હતા અને પરત મોટી ખોખરી આવી રહેવા લાગ્યા હતા. જેને લઈને ભંડારિયાના પરિવારને આ બાબત યોગ્ય લાગી ન હતી. જેથી ભંડારિયા ગામના નગાભાઈ મેરામણભાઇ ભાટીયા, નરેશ એભાભાઇ ભાટીયા અને કાનાભાઈ સીદાભાઈ ભાટીયાએ ગઈ કાલે ખંભાલીયામાં રામનગર વિસ્તારમાં રહેતા યુવાનના કુટુંબી ભાઇના ઘરે જઇ કહેલ કે ‘ગોવિંદને કહી દેજો અમારી દિકરી અમને પાછી આપી દયે નહીતર બંનેના હાથ પગ ભાંગી નાખીશુ અને જાનથી મારી નાખીશુ’. આ ધમકીના પગલે યુવાન ગોવિંદભાઈ અને યુવતી આશાબેને હેલ્પ લાઈનની મદદ માંગી ખંભાલીયા પહોચી ત્રણેય સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.