ભાણવડ નજીક ઈન્દ્રેશ્વર મંદિર પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાના મોત થયા છે જ્યારે 9 વ્યક્તિને ઇજાઓ પહોંચતા જામનગર અને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. છકડા રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા જીવલેણ અકસ્માત થયો હોવાની વિગતો જાણવા મળી છે.

જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે ભાણવડ નજીક ખંભાળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અક્ષમત સર્જાયો હતો. જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે 1 નું ભાણવડ સરકારી હોસ્પિટલે સારવાર દરમિયાન મોત થયુ હતું.
ત્યારે 9 વ્યકિતોને જામનગર ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં ગીતાબેન ભરતભાઈ નનેરા,
હુશેનભાઈ શાહમામદભાઈ ,
મુક્તાબેન ધનજી ભાઈ નનેરા ઉં.50નો સમાવેશ થાય છે.
અનેક વખત માલવાહક રિક્ષામાં પેસેન્જર ભરતા અકસ્માત સર્જાય છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો અકસ્માત નો ભોગ બનતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.




