જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે પાટણ રોડ પર ઘરેથી નીકળી ગયેલ વૃધ્ધાનો કંકાલમાં ફેરવાયેલ મૃતદેહ મળી આવ્યો છે. સરકારી ખરાબાની જગ્યામાં આંબલીના કતરા ઉતારવા ગયેલ મહિલાને કોઈ જંગલી પ્રાણીઓએ ફાડી ખાધાની પોલીસે આશંકા જતાવી તપાસ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકા મથકે ગઈ કાલે બપોરે ચકચાર મચી ગઈ કેમ કે પાટણ રોડ પર સરકારી ખરાબાની જગ્યામાંથી કોઈ માનવનો કંકાલમાં ફેરવાયે મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને જામનગર ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે કંકાલમાં ફેરવાયેલ દેહનું પંચનામું કરી ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં આ કંકાલ જામજોધપુરમાં જ ખરાવાડ નિશાળ પાસે તકદીર પાનની બાજુમા રહેતા કાંતાબેન લધુભાઇ રાઠોડ વાળાનો હોવાની તેના જ પુત્ર નાગજીભાઇ લધુભાઇ રાઠોડએ ઘટના સ્થળે આવી ઓળખ આપી હતી. નાગજીભાઈના જણાવ્યા અનુસાર આશરે ૭૦ વર્ષીય વૃદ્ધ માતા ગઇ તા.૦૨/૦૪/૨૩ સવારે દશેક વાગ્યાથી પોતાના ઘરેથી ચાલ્યા ગયેલ ગયા હતા.

દરમિયાન પાટણ રોડ પર આવેલ પાંજરાપોળ સામે આવેલ સરકારી ખરાબાની જગ્યામા કાતરા ઉતારવા ગયેલ હોય અને કાઇ પણ અગમ્ય કારણસર મરણ ગયેલ હોય અને પશુઓ દ્વારા લાશને ફાળી ખાધેલ હોવાનું અનુમાન લગાવ્યું હતું. પોલીસે મૃતકના વિસેરા લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. આ બનાવે ભારે ચકચાર જગાવી હતી.




