જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૪૧૬૭ હક્કપત્રક નોંધનો નિકાલ બાકી છે અને એક વર્ષના ગાળા દરમિયાન 835 હક પત્રક નોંધ ના મંજૂર કરવામાં આવી છે. એમ રાજ્યની વિધાનસભામાં મહેસુલ મંત્રીએ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા પૂછવામાં આવેલા સવાલ સામે જવાબ આપ્યો હતો. કયા કયા કારણોસર હક પત્રક નોંધ નામંજૂર કરવામાં આવી તેનો પણ વિધાનસભામાં વિસ્તારપૂર્વક જવાબ આપવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લામાં પત્રક નોંધોના નિકાલ બાબતે કાલાવડના ધારાસભ્ય ચાવડાએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન રજૂ કર્યો હતો. તારીખ 31 12 2022 ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં કેટલી હક પત્રક નોંધો નિકાલ કરવાનો બાકી છે અને આ નોંધો પૈકી છેલ્લા એક વર્ષમાં કેટલી નોંધો પાડવામાં આવી છે કેટલી નોંધો મંજૂર કરવામાં આવી છે અને કેટલી નોંધોના મંજૂર કરવામાં આવી છે તેમજ નામંજૂર થયેલ નોંધ પાછળના મુખ્ય કારણો કયા કયા છે તે સંબંધિત પૂરક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજ્યના મહેસૂલ મંત્રીએ વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો મહેસુલ મંત્રીના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લામાં તારીખ 31 12 2022 ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 4,167 હક પત્રક નોંધોનો નિકાલ કરવાનો બાકી છે છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં 49000 788 નોંધ પાડવામાં આવી છે જે પૈકી 44,786 નોંધને મંજૂરી આપવામાં આવે છે જ્યારે 835 હક પત્રક નોંધ ના મંજુર કરવામાં આવી છે.

નામજુર થયેલ નોંધ પાછળના જુદા જુદા કારણો પણ મહેસૂલ મંત્રીએ રજૂ કર્યા હતા જેમાં અમુક નોંધોમાં ઓનલાઇન વેચાણ અને વારસાઈના કીસ્સામાં અરજદાર દ્વારા કોઈ આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા નથી તો અમુક નોંધોમાં ટુકડા ધારા ભંગ થતો હોવાથી કે કોર્ટ કેસ થયેલ હોવાથી નોંધોના મંજૂર કરવામાં આવેલ છે. જ્યારે અમુક નોંધ સહ હિસ્સેદાર ની સંમતિ રજૂ થયેલ ન હોવાથી નોંધ નામંજૂર કરવામાં આવી છે. અમુક કિસ્સામાં વારસાઈના મરણ પ્રમાણપત્ર કે પેઢી આંબો રજૂ ન થયો હોવાથી નોંધ નામંજૂર કરવામાં આવી છે, જ્યારે અમુક વેચાણ નોંધોમાં ખરીદનાર મૂળથી ખાતેદાર હોવા અંગેના આધારો રજૂ થયેલ ન હોવાથી નોંધ રદ થઇ છે.

વહેંચણી/ભાઈઓ ભાગની નોંધોમાં પુન:વહેંચણીના કિસ્સામાં અરજદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં ન આવી હોવાથી નોંધ નામંજૂર કરવામાં આવી છે, અમુક કિસ્સામાં બોજા મુક્તિના કિસ્સાઓ સામે આવ્યા છે અને અરજદાર દ્વારા બોજા મુક્તિ નું અસલ પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવ્યું હોવાથી નોંધ નામંજૂર કરવામાં આવેલ છે.