જામનગર: યુવક-યુવતીનું મોબાઈલમાં ચેટીંગ, દીકરીના પિતાને ખબર પડી

0
2105

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હરિપર ગામે રહેતા એક આધેડના મોટર સાયકલને બોલેરો કાર વડે ઠોકર મારી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ભોગગ્રસ્તના યુવાન પુત્ર અને આરોપીની પુત્રી વચ્ચે થયેલ મોબાઈલ ચેટીંગની ખબર પડી ગયા બાદ ઉસ્કેરાયેલ યુવતીના પિતાએ યુવાનના પિતાને ધમકાવી, હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

કાલાવડ તાલુકા મથકથી ૨૮ કિમી દુર આવેલ ધૂનધોરાજી ગામે પાસે ગઈ કાલે સવારે અગ્યારેક વાગ્યાના સુમારે મોટર સાયકલ લઇ પસાર થતા હરીપર મેવાસા ગામના અનવરભાઇ હાજીભાઇ મથુપૌત્રા મોટરસાયકલને હરિપર ગામે જ રહેતા યુનુસ તૈયબભાઈ નામના સખ્સે પોતાની બોલેરો ફોર વિલ વાહન દ્વારા જોરદાર ઠોકર મારી હતી. જેને લઈને અનવરભાઈ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ આરોપી યુનુસભાઈએ ભુંડા બીભત્સ વાણી વિલાસ આચરી, લોખંડના પાઇપ વતી હુમલો કરી, બંન્ને પગના ભાગે માર મારી, મુંઢ ઇજાઓ પહોચાડી હતી. ત્યારબાદ આરોપીએ પોતાની પાસે રહેલ બંદુક ઘાયલ અનવરભાઈ સામે તાકી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ આરોપી નાશી ગયો હતો. જયારે ઘવાયેલ અનવરભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસે હોસ્પિટલ પહોચી અનવરભાઈની ફરિયાદ નોંધી હતી. હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

છયેક માસ પૂર્વે આરોપી યુનુસ તૈયબ ભાઇ રહે.હરીપર (મેવાસા) વાળાની દીકરી સુનેરા અને ઘાયલ અનવરભાઈનો દીકરો ઇકબાલ બંન્ને જણા મોબાઇલમા મેસેજ કરતા હોય જે આરોપી યુનુશભાઇને ખબર પડી ગઈ હતી. જેને લઈને આરોપીએ અનવરભાઈને ગામ છોડીને જતુ રહેવાનુ કહ્યું હતું અને ગામ છોડીને નહી જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, ત્યારથી બંને વચ્ચે મનદુખ ચાલતુ હતુ, દરમિયાન આ જ બાબતના મનદુઃખને લઈને આરોપીએ વારદાતને અંજામ આપ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here