રવિવારે સવારે ગોકુલનગર પાછળના સરદારનગરમાં શેરી નંબર સાતમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ શંકરદાસ બંગાળીની ક્રુરતા પૂર્વક હત્યા નીપજાવવામાં આવી, આ હત્યા કોઈ અન્યએ નહી પરંતુ તેના જ પુત્ર અને પુત્રવધુએ નીપજાવી હોવાની હકીકત સામે આવી છે. પાંચ પાંચ પુત્ર અને પત્ની હયાત હોવા છતાં વૃદ્ધ એક ઓરડીમાં એકલવાયું જીવન જીવવા મજબુર હતા. કોઈ પુત્ર તેની ખરી દેખભાળ રાખતા ન હતા. ઓર તો ઓર વૃદ્ધને ખાવાના પણ સાસા પડી જતા હતા.

કપાતર પુત્રો પૈકીના એક પુત્રના ચોરી સબંધિત કારનામાંને લઈને વૃદ્ધ પણ પોલીસ દફતરના પગથીયા ચડતા થઇ ગયા હતા. ચોરી કરી નાશી ગયેલ વૃદ્ધના પુત્ર સુધી પહોચવા પોલીસે વૃદ્ધને પોલીસ દફતર બોલાવ્યા હતા અને દમડાવ્યા હતા. આ ઉપરાંત હત્યા પૂર્વે વૃદ્ધના પુત્રએ વૃદ્ધના ઘરમાં ઘુસી માર માર્યો હતો. આ બાબતે તેઓએ પુત્ર સામે પોલીસમાં રાવ પણ કરી હતી. પણ કઈ પરિણામ ન મળ્યું, આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો,
પોતાની દુઃખદાયી જીવન શૈલી અને કપાતર પુત્ર અને પોલીસની દબડાવવાની વૃતિ વૃદ્ધે તેના પરિચિત સમક્ષ રજુ કરી હતી. બંને વચ્ચે થયેલ વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જો કે આ ઓડિયોની પુષ્ટી જામનગર અપડેટ્સ કરતુ નથી. જો ઓડિયો હકીકત હોય તો કપાતર પુત્રોના અમાનુષી વર્તન અને પોલીસના નિર્દોષ પ્રજા પ્રત્યેના વર્તનનો ખ્યાલ આવી જશે.
બંગાળી વૃદ્ધની હત્યા કેવી રીતે થઇ? પોલીસમાં નોંધાયેલ ફરિયાદની વિગતો વાંચો નીચેની link ક્લિક કરીને..