ભાટિયા: આહીર સમાજના લોક પ્રતિનિધિઓનું સન્માન અને શૈક્ષણિક ભવનોનું ઉદ્ઘાટન

0
1532

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આગામી રવિવારે આહિર એજ્યુકેશન ટ્રસ્ટના કોલેજ બિલ્ડીંગનું ઉદ્ઘાટન તેમજ આહીર સમાજના નવનિર્વાચિત લોકપ્રતિનિધિઓના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આહિર કન્યા છાત્રાલય ખાતે યોજાયેલા. આ કાર્યક્રમ બાદ રાત્રે રાજ્યના પ્રખ્યાત નામ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર અને લોકગાયિકા સુધી બેન આહીર નો ભોગ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આહીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલના શ્રી રવિ કુમાર પરબતભાઈ ચાવડા મહિલા આર્ટસ કોલેજ અને શ્રી પરબતભાઈ નાથાભાઈ વારોતરીયા મહિલા કોમર્સ કોલેજના નવ નિર્મિત બિલ્ડીંગનું તારીખ 26/2/2023મીના રોજ રવિવારે બપોરે 4:00 વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવશે તેમજ કોલેજના દાતાશ્રીઓ અને આહીર સમાજના નવનિયુક્ત લોક પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવશે. 

આહિર કન્યા છાત્રાલય ભાટિયા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સમાજના ભામાસા ભીખુભાઇ વેજાણદભાઈ વારોતરિયા રહેશે. જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે, આ કાર્યક્રમને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આર પી ચાવડા મહિલા આર્ટસ કોલેજ અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પી એન વારોતરીયા મહિલા કોમર્સ કોલેજ નો ઉદઘાટન કરવામાં આવશે ત્યારબાદ કેબિનેટ મંત્રી અને મુખ્ય સન્માનનીય અતિથિઓ એવા ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ  મંત્રી મુળુભાઈ બેરા તેમજ  જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડનું સન્માન કરવામાં આવશે.

આ સન્માન વિધિ પૂર્ણ થયે મુખ્ય દાતાઓ પરબતભાઈ ડાડુભાઈ ચાવડા અને માતૃશ્રી મોતીબેન પરબતભાઈ વારોતરીયાનું તેમજ વિંગના દાતા ડો.રણમલભાઈ નાથાભાઈ વારોતરીયા, અરજણભાઈ રામદેભાઈ ચેતરીયા, દેવાણંદભાઈ કારાભાઈ કાંબરીયા, દિલીપભાઈ લાખાભાઈ હાથલીયા, પરબતભાઈ ધનાભાઈ કોઠીયા, મહેશભાઈ મેરામણભાઈ નંદાણીયા, હમીરભાઈ ભીમશીભાઇ નંદાણીયા અને ભીમસીભાઈ રામભાઈ વરુનું સન્માન કરવામાં આવશે.

આ આદર સત્કાર બાદ રૂમના દાતા ડોક્ટર સાજણભાઈ જીવાભાઈ વારોતરીયા, લખમણભાઇ કરસનભાઈ આંબલીયા, કેવીભાઈ ચાવડા, નગાભાઈ નેભાભાઈ ગાધેર ધરણાતભાઈ ભુલાભાઈ ચાવડા, રાજાભાઈ/કનુભાઈ રાણાભાઇ પોસ્તરીયા, રણમલભાઈ હાજાભાઇ સુવા, હંસરાજભાઈ કેશુભાઈ કંડોરીયા અને અરશીભાઈ દેશુરભાઈ ગોરીયાનું સન્માન કરવામાં આવશે. આ સન્માન વિધિ બાદ એએનએમ નર્સિંગ કોલેજના દાતા મહેશભાઈ મેરામણભાઇ નંદાણીયા અને એસી  લાઈબ્રેરીના દાતા કેડીભાઈ આંબલીયાનું વિશેષ બહુમાન કરાશે, આ કાર્યક્રમ બાદ વિશેષ ઉપસ્થિત મહિમાનું સન્માન તેમજ કોલેજ બિલ્ડીંગનું ઉદ્ઘાટન તેમજ સમાજના અગ્રણીઓનું વક્તવ્ય અને ત્યારબાદ આભાર વિધિ અને સાંજે સાત વાગ્યાથી 9:00 વાગ્યા દરમ્યાન સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મંત્રી ડોક્ટર રણમલભાઈ પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા પૂર્વ ધારાસભ્યરાજસિંહભાઈ જોડવા આહિર કન્યા છાત્રાલય અમદાવાદના પ્રમુખ હરજનભાઈ જીલરીયા હર કન્યા છાત્રાલય ખંભાળિયાના મુખ્ય દત્તા ભિમશીભાઈ કરમુર અમેરિકા જામનગર સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ ખેમાભાઈ દેવાભાઈ ગોજીયા જામનગર આહીર વિદ્યાર્થીભવનના પ્રમુખ કરનારા જામનગર આહિર કન્યા છત્રીના પ્રમુખ મુળુભાઈ રણમલભાઈ કંડોરીયા ધ્રોલ આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ ગીગાભાઈ મંડળભાઈ રાઠોડ જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વાલાભાઈ કરમુર જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હેતલબેન જીતેન્દ્રભાઈ ગોરીયા દ્વારકા જિલ્લા પંચાયત પૂર્વક રેખાબેન રામભાઈ ગોરીયા કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ જીવીબેન નાગાભાઈ ગાધેર, ભાટિયા આહીર એજ્યુકેશન ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી દેવરાજભાઈ નથુભાઈ ગોજીયા, દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી એસ જે ડુમરાણીયા, જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી એલ બી લાવડીયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર જીવાભાઈ વાળા, સિન્ડિકેટ મેમ્બર ચંદ્રેશભાઇ હેરમા, સિન્ડિકેટ મેમ્બર ભાવનાબેન અજમેરા અને સિન્ડિકેટ મેમ્બર જયભાઈ ત્રિવેદી હાજર રહેશે.

રાત્રે ભોજન સમારંભ બાદ દેશ વિદેશમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર અને લોકગાયિકા શ્રુતિબેન આહીરના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમમાં હાજર રહેવા એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારના પ્રમુખ ભીખુભાઈ વારોતરીયા, મેનેજિંગ ટ્રસ્ટી મુળુભાઇ રણમલભાઈ કંડોરીયા, ટ્રસ્ટ સાજણભાઈ જીવાભાઈ વારોતરીયા, વીરાભાઇ ખીમાભાઈ કરંગીયા, હમીરભાઇ દેસૂરભાઈ ગોરીયા, હરદાસભાઈ કરસનભાઈ આંબલીયા, નથુભાઈ મુરુભાઈ નંદાણીયા, રામભાઈ નારણભાઈ ચાવડા, અરજનભાઈ  રામદેભાઈ ચેતરીયા, હમીરભાઇ રાણાભાઇ ચેતરીયા, સવાભાઈ લખમણભાઇ વરૂ, પરબતભાઈ ડાડુભાઇ ચાવડા, હરદાસભાઇ ડોશાભાઇ વરુ, મારખીભાઈ પરબતભાઈ વારોતરીયા, ભાયાભાઈ વજશીભાઈ હાથલીયા,  કેડીભાઈ આંબલીયા, રણમલભાઈ હાજાભાઈ સુવા, લખમણભાઇ કરસનભાઈ આંબલીયા સાજણભાઈ પરબતભાઈ જોગલ રામદેવભાઈ સીધા ભાઈ કંડોરીયા અને મહેશભાઈ મેરામણભાઇ નંદાણીયાએ સમાજના નાગરિકોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here