દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ પંથકમાં સૂરજકરાડી ગામે રહેતા અને ખેતીવાડી કરી ગુજરાત ચલાવતા એક વૃદ્ધને વ્યાજના વીસ ચક્ર માં ફસાવી જામનગરના ત્રણ ભાઈ ભત્રીજાઓએ 18 એકર જમીન પચાવી પાડવા ધાક ધમકીઓ આપી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. 22 લાખની સામે 55 લાખ જેટલી રકમ ચૂકતે કરી દેવા છતાં પણ આરોપીઓએ વધુ પૈસા માગી જમીન પડાવી લેવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મૂડ પાટલી ગામના અને હાલે સુરજ કરાડી ખાતે રહેતા પ્રભુદાસભાઈ કાનદાસભાઈ કાપડી નામના 60 વર્ષે ખેડુતએ બીમારી વર્ષ 2015માં જામનગરમાં રહેતા યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા અને તેના ભાઈ કુલદીપ સિંહ મંગળસિંહ જાડેજા પાસેથી રૂપિયા 22 લાખ બે ટકાના વ્યાજે લીધા હતા.
મુદ્દલ પર આરોપીઓએ ખેડૂતની 18 એકર જમીન પોતાના નામે કરાવી લીધી હતી. ઉપરાંત બાવાજી આસામીએ સાત વર્ષના ગાળામાં રૂપિયા 55 લાખ 88000 વ્યાજ સહિત કરી દીધા હોવા છતાં સહીઓ કરેલ કોરા ચેક પડાવી લઈ, વધુ પૈસા પડાવવા માટે ધાક ધમકીઓ આપી હતી. દરમિયાન કુલદીપ સિંહ અને યુવરાજસિંહના પુત્ર પુષ્પરાજ સિંહએ વારેવારે પાડલી ગામે જઈ જમીન ખાલી કરી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બાબતે વૃદ્ધ ખેડૂતે જિલ્લા પોલીસવાળા સમક્ષ અરજી કર્યા બાદ વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે ઉલ્લેખનીય છે કે આરોપી પૈકીના યુવરાજસિંહ મૃત્યુ પામ્યા છે.




