ખંભાળિયા બેઠકમાં ‘કાકા’ની લોકચાહના યથાવત

0
1467

81 ખંભાળિયાં-ભાણવડ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને આહીર સમાજના આગેવાન વિક્રમભાઈ માડમની લોકચાહના વર્ષોથી અકબંધ રહી છે.આ આજે પણ લોક સંપર્ક કાર્યક્રમના ગ્રામજનો વિક્રમભાઈના આગમનને અંતરના ઉમળકાથી વધાવે છે. ત્યારે આજે લોકસંપર્કના ભાગરૂપે વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોએ 10 થી 15 જેટલા ગામોની મુલાકાત લીધી હતી.

સવારે 10 વાગ્યે સગપર નાગડા ગામથી પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કાકાભાઈ સિંહણ, આહીર સિંહણ, મહાદેવીયા, સુમરા તરઘડી, હાપા લાખાસર ગામની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ કંડોરણાં પરિશ્રમ સ્કૂલ ખાતે ભોજન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ પીરલાખાસર અને કોટા તથા કંડોરણાં, બજાણા, દેવળીયા અને આંબરડી તેમજ ભંડારીયા ગામે બેઠક અને લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બેઠકોમાં લોકોનો માનવ સાગર ઉમટી પડ્યો હતો અને જીતના વિજય સંકલ્પ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

NO COMMENTS