નિરાંત : કોરોના-મ્યુકોરમાયકોસિસ મહામારીનો અંત નજીકમાં પણ….આ છે અંતિમ સ્થિતિ

0
511

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર સમાપ્તિ તરફ જઇ રહી છે. પરંતુ છેલ્લા બે દિવસ થી જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે ખરાબ સમાચાર મળ્યા હતા, પરંતું તેમાં આજે રાહત જોવા મળી છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૨ દર્દીઓના મૃત્યુ નીપજયા છે, જેથી થોડો ભયનો માહોલ ઘટ્યો છે. સમગ્ર જીલ્લા માં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે,અને માત્ર ગણ્યા ગાંઠયા કેસ નોંધાઇ રહયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતો જાય છે, અને ૫ દિવસ થી જામનગર શહેર નો આંકડો સિંગલ ડીઝીટમાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સિઁગલ ડીઝીટમાં નોંધાયા છે.આજે એકદમ ઉછાળા સાથે પણ મૃત્યુનો દર સિંગલ ડિજિટ માંજ રહ્યો છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરકારી જી.જી.હોસ્પિટલમાં ૦૨ દર્દીઓ ના મૃત્યુ થયા છે.

જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લાભરમાં અત્યાર સુધીમાં ૭.૧૪ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.કોરોના ના કેસ મામલે  વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓનો આંકડો છેલ્લા ૬ દિવસ થી સિંગલ ડીઝીટમાં જ રહ્યો છે. ઉપરાંત દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે. છેલ્લા ૨૪ કલાક માં જામનગર શહેરના ૦૩ અને ગ્રામ્યના ૦૧ સહિત ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૦૮ અને ગ્રામ્યના ૦૬ મળી ૧૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ  સમાપ્તિ તરફ જતો જોવા મળી રહ્યો છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે  બે દિવસ થી ઉછાળો આવ્યો હતો, જેમાં આજે રાહત થઇ છે. સમગ્ર જીલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૭.૧૪ લાખથી વધુ કોરોના  ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૦૨ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૫૭૩ નો થયો છે. જોકે કોરોના ના કેસો માં ધરખમ ઘટાડો નોંધાયો છે,અને સિંગલ ડીઝીટ માં આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૦૩ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૨,૧૭૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારનો માત્ર ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૪૧૦ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૫,૮૯૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી નીચે આવ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૫૭૩ થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૮ અને ગ્રામ્યના ૦૬ મળી ૧૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.

NO COMMENTS