ખંભાલીયા: વિધર્મી પ્રેમીએ જામનગરની યુવતી પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી

2
2422

દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે રહેતી એક વિધર્મી યુવાને જામનગરમાં હાપા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવી, લગ્ન કરી હિંદુ ધર્મ અંગીકાર કરવાની લાલચે શારીરિક સબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી દીધી હોવાની અને એબોર્શન કરાવી તરછોડી દીધી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે નગર નાકા વિસ્તારમાં રહેતા અલ્તાફ રજબઅલી મીન્સારીયા નામના મુસ્લિમ સખ્સે જામનગરમાં હાપા રોડ પર રહેતા એક પરિવારની ૩૧ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી હતી. વર્ષ ૨૦૨૧ના એપ્રિલ મહિનાથી શરુ થયેલ આ મિત્રતા ધીરે ધીરે પ્રેમ સબંધમાં બદલાઈ હતી. દરમિયાન જામનગરની મિત્ર સાથે ખંભાલીયાના આરોપી એવા મિત્ર અલ્તાફે તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી, જામનગર ખંભાલીયા અને રાજકોટ લઇ જઈ, બે વર્ષના ગાળામાં તેણીની સાથે અનેક વખત શારીરિક સબંધ બાંધ્યા હતા.  આરોપી વિધર્મી હોય જેથી બન્નેન્ના લગ્ન નહી થાય એવું આરોપીએ યુવતીને કહ્યું હતું પરંતુ તેની ચિંતા ના કરવા જણાવી પોતે લગ્ન બાદ હિન્હુ ધર્મ અંગીકાર કરી લેશે એમ તેણીને જણાવી જાળમાં સપડાવી હતી અને અનેક વખત અવાર-નવાર શરીર સબંધ બાંધી (બળાત્કાર કરી) તેણીને ગર્ભવતી બનાવી હતી. જેને લઈને આરોપી અલ્તાફે કહી દીધું હતું કે હવે તેમની સાથે કોઇ સબંધ રાખવા નથી માંગતો, પ્રેમી એવા વિધર્મી સખ્સના આવા વર્તનથી આઘાતમાં પડી ગયેલ યુવતી આરોપીના ખંભાલીયા ખાતેના ઘરે પહોચી ગઈ હતી.

આરોપીના ઘરે જતા પ્રેમી અલ્તાફ અને તેના અન્ય પરિવારજનો મેરૂનબેન રજબઅલી મીન્સારીયા, મુમતાજ રજબઅલી મીન્સારીયા તથા સોફિયા કાલરીયા સહિતનાઓએ એક સંપ કરી તેણીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી, ઘરેથી કાઢી મુકી બીજી વખત ઘરે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરી વખત આરોપી અલ્તાફે હિન્દુ ધર્મ અપનાવી, તેણીની સાથે લગ્ન કરી લેશે એવી લાલચ આપી સમાધાન કરી લઇ તેણીની સાથે રહેવા લાગ્યો હતો. સમયજતા બાળક ગર્ભમાં મ્રુત્યુ પામતા તેનુ એબોર્શન કરાવી નાખ્યું હતું અને તેણીનીને તરછોડી મૂકી હતી. આ બાબતે યુવતીએ ખંભાલીયા પોલીસમાં પ્રેમી સહિતના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે.

2 COMMENTS

  1. Aarti

    છોકરી તો એના બાપ ને ધાવે છે એટલે બિચારી ને ખબર નથી પડતી.૩૧ વરસ તો એમજ ઢોસી થઈ ગઇ. એમ નથી કહેતા કી વધારે જવાની આવી ગઇ હતી એટલે કંટ્રોલ ખોવાઈ ગયું. આવી છોકરી તો બાપ સાથે શારીરિક સુખ મળતા પણ શરમ નથી કરતી

    • jamnagar updates

      આભાર, આવી જ રીતે અમારી સાથે જોડાયેલ રહેશો,ભવિષ્યમાં પણ તમારા સૂચન અને લાગણી આવકાર્ય રહેશે.
      -ટીમ જામનગર અપડેટ્સ