કલ્યાણપુર: પટેલકા ગામના નરાધમે અપરણિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો

0
1630

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા એક આરોપીએ ગામમાં જ રહેતી  અપરિણીત યુવતીને લગ્ન કરવાનો વિશ્વાસ આપી, તેની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બળાત્કાર ગુજારીયો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આરોપીની શોધ ખોળ હાથ ધરી છે. આરોપીએ બે વર્ષના ગાળા દરમિયાન અનેક વખત તેણી સાથે બળાત્કાર ગુજારીઓ હોવાનું સામે આવ્યું છે.

દરગાહના કલ્યાણપુર તાલુકામાં કિલોમીટર દૂર આવેલ ભાટીયા ગામે એક યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાની પોલીસ તત્તરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા વાલા સામત ચાવડા નામના શકશે લગ્નની લાલચ આપી લગ્ન કરવાનો વિશ્વાસ આપી તેની ઈચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ લગ્ન માટે કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી જેને લઈને યુવતીએ આરોપી સામે કલ્યાણપુર પોલીસ દફતરમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે કલ્યાણપુરના પીએસઆઇ વી આર શુકલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS