જામનગર : બિલ્ડર પર ફાયરીંગ કરનાર શૂટર અને પોલીસ વચ્ચે હાથવેતનું અંતર

0
1061

જામનગર : જામનગરની ભાગોળે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં બાંધકામની નવી સાઈટ પર ગઈ કાલે બે બાઈક પર આવેલ ત્રણ સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરતા સનસનાટી મચી ગઈ હતી. બિલ્ડરે પણ સમય પારખી પોતાની રિવોલ્વરમાંથી ફાયરીંગ કરતા શુટરસ નાશી છૂટ્યા હતા. નાશી ગયેલ સખ્સો લાલપુર તરફ ભાગી ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં સામે આવતા પોલીસે સમગ્ર રાત લાલપુર પંથકમાં વિતાવી આરોપીઓને પકડી પાડવા ગામડાઓ ખૂંદયા હતા. બીજી તરફ પોલીસે આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને બે સખ્સોની નજીક પહોચી ગઈ હોવાની વિગતો સામે આવી છે. પોલીસે સાંજ સુધીમાં આરોપીઓને પકડી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

શહેરના બિલ્ડર ગીરીસ ડેર ગઈ કાલે પોતાની કાર લઇ પુત્ર સાથે લાલપુર ચોકડી પાસે આવેલ સાઈટ પર ગયા હતા. ક્રિષ્નાપાર્ક તરીકે ઓળખાતી આ સાઈટ પર બીલ્ડરે તાજેતરમાં નવું બાંધકામ શરુ કર્યું છે. બિલ્ડર પોતાની સાઈટ પર પહોચ્યાના અડધો કલાક બાદ જ બે બાઈકમાં આવેલ બુકાનીધારી ત્રણ સખ્સોએ આવી, ગોળીબાર કર્યો હતો. બુકાનીધારી સખ્સોની હિલચાલને જાણી જોઈ બિલ્ડરે પણ પોતાની લાયસન્સ લાયસન્સ વાળી પિસ્તોલમાંથી વળતું ફાયરીંગ કર્યું હતું. જેને લઈને ત્રણેય આરોપીઓ બાઈક લઇ નાશી ગયા હતા. આ ઘટનાં બાદ પોલીસ અને બિલ્ડરો સ્થળ પર પહોચ્યા હતા. જામનગરના જ કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે આ સાઈટ પરથી ખસી જવા માટે ભાડુતી માણસો રોકી ફાયરીંગ કરાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાની બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.

બિલ્ડરના નિવેદન બાદ પોલીસે તાત્કાલિક લાલપુર ચોકડીના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા જેમાં આરોપીઓ લાલપુર તરફ નાશી જતા દેખાયા હતા. જેને લઈને પોલીસની બે ટુકડીઓએ આ દિશામાં તપાસ શરુ કરી હતી. પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત સુધી ત્રણેય શૂટરોની ભાળમેળવવા પ્રયાસો કર્યા હતા જેમાં આરોપીઓની ભાળ મળી ન હતું પરંતુ આરોપીઓની ઓળખ થઇ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓનું પગેરું દબાવી લીધું  છે. જયારે અન્ય એક સખ્સ સુધી પહોચવા બે ટીમ કામે લાગી છે. સાંજ સુધીમાં ત્રણેય આરોપીઓ પોલીસ પકડમાં આવી જશે એવો પોલીસે આશાવાદ સેવ્યો છે. આ પ્રકરણમાં જમીન માફિયા જયેશ પટેલ જ હોવાનું પણ પુરવાર થઇ ચુક્યું હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યુ છે.

NO COMMENTS