જામનગર: સંગીતા મારી છે તું એને ભૂલી જજે નહિતર જીવથી જઈશ, શહેરનો લવ ટ્રાઈએન્ગલ કિસ્સો

0
1191

જામનગર અપડેટ્સ: જામનગરમાં આવેલ ગોંડલના એક યુવાનને બે સખ્સોએ ધમકાવી છરી વડે હુમલો કરી, ઈજા પહોચાડી ધાક ધમકી આપી હોવાની સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ફિલ્મી કિસ્સા જેવી આ ઘટનામાં એક ફૂલ, દો માલી જેવો ઘાટ ઘડાયો છે. ભોગગ્રસ્ત અને આરોપી એક જ યુવતીના પ્રેમમાં હોવાનું સામે આવ્યું છે. સ્ત્રી પાત્રને લઈને યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

એક તરફો પ્રેમ કે એક પાત્રમાં બે વ્યક્તિઓનો જોક, એવા પ્રેમના કિસ્સા સામે આવતા જ રહ્યા છે ત્યારે જામનગરમાં એક યુવતી અને બે યુવાઓની ટ્રાઈએન્ગલ લવ સ્ટોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે યુવાઓ એક જ સ્ત્રી પાત્રનાં પ્રેમમાં પડતા બંને યુવાઓ વચ્ચે સ્ત્રી પાત્રને પામવા કસમકસ થાય છે જે અંતે લોહીમાં પરાવર્તિત થાય છે. વાત જાણે એમ છે કે ગોંડલમાં રહેતો પરાગ જેન્તીભાઇ સખીયા નામનો યુવાન ગઈ કાલે ગીતા લોજ પાસે ઉભો હતો ત્યારે જામનગરમાં અંબર ચોકડી પાસે રહેતા મનીષ દેવાભાઇ જોગસવા અને ઉદલ કનૈયાભાઇ પરમાર નામના બે સખ્સો તેની પાસે આવે છે.

યુવાન પરાગની પાસે આવેલ બંને સખ્સોએ કહ્યું કે,“તુ સંગીતાને મુકી દેજે અને તેને મળતો નહી”. જેથી યુવાને બંને આરોપીઓ ને કહેલ કે ‘સંગીતા સાથે છેલ્લા ચાર મહીના થી મારે પ્રેમ સંબધ છે’ જેને લઈને આરોપી મનીષ એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી કહેવા લગેલ કે ‘સંગીતા મારી છે’ અને બંને સખ્સોએ જેમ ફાવે તેમ ઢીંકાપાટુ નો માર માર્યો હતો દરમીયા આરોપી ઉદલએ પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી પરાગના વાંસાના ભાગે એક ઘા મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો જેને લઇ પરાગ ત્યાં જ પડી ગયો હતો અને બંને આરોપીઓ કહેવા લાગેલ કે તુ ગોંડલ ભેગો થઇ જાજે અને સંગીતાને આજ પછી મળીશ તો તને જાન થી મારી નાખસુ તેમ ધમકી આપી નાશી ગયા હતા. દરમિયાન યુવાને જી જી હોસ્પિટલમાં સારવાર લઇ બંને આરોપીઓ સામે સીટી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી.

NO COMMENTS