જામનગર: વ્યાજખોરોએ યુવાનના ઘરેણા ગીરવે રખાવી 1.20 લાખ રૂપિયા વ્યાજે આપ્યા

0
1996

જામનગરમાં મિનરલ વોટરનો વ્યવસાય કરતા એક યુવાને ત્રણ શખ્સો પાસેથી વર્ષ 2017માં સોનાના દાગીના ગીરવે મૂકી લીધેલ રૂપિયા ૧.૨૦ લાખની મૂળી ચૂકતે કરી હતી. છતાં પણ ત્રણેય સખશોએ ઘરેણા પરત ન કરી અને તેમજ વ્યાજ અને મુદ્દલ રકમ વસુલી ઘરેણાં પરત નહી કરી વિશ્વાસઘાત કર્યો હતો. જેને લઈને યુવાને ત્રણેય સામે  પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

જામનગરમાં  સુમિત જેરામભાઈ ચાંદરાએ વર્ષ 2017માં એસટી રોડ પર આવેલ એક્સિસ બેન્ક ની બાજુમાં ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા, પ્રશાંતભાઈ વાયા અને જીગ્નેશભાઈ ચાવડા નામના ત્રણસો પાસેથી રૂપિયા એક લાખ વિસ હજાર ની રકમ 1% ના વ્યાજે લીધી હતી આ રકમ પેટે ત્રણેય શખ્સોએ સુમિતભાઈ પાસેથી સોનાનું મંગલસૂત્ર, પેન્ડલ, ચેન અને બુટ્ટી સહિતના 49 ગ્રામ દાગીના ગીરવે રાખ્યા હતા. એક મહિના પછી સુમિતભાઈએ વ્યાજ સહિત રૂપે 1,21,200 ની રકમ ચૂકતે કરી દીધી હોવા છતાં આરોપીઓએ ઘરેણા પરત કર્યા ન હતા. દરમિયાન યુવાને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ ઘરેણા આઇઆઇએફએલ બેંકમાં મૂકી ગોલ્ડ લોન ઉપાડી લીધી હતી. જેને લઇને સુમિતભાઈએ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

NO COMMENTS