યુવા વયે વધતા જતા આપઘાતના બનાવો સમાજ માટે ચિંતા નો વિષય બન્યા છે ત્યારે 82 વર્ષની ધરતી ઉંમરે કાલાવડ પંથકના મૂળીલા ગામે એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે એ બનાવ પણ એટલો જ ચિંતાજનક છે. એવી તે વૃદ્ધના જીવનમાં શું મુસીબત આવી કે તેઓએ ઢળતીથી ઉંમરે આપઘાત કર્યો ? આવો જાણીએ વિગતવાર
પ્રેમ પ્રકરણ, અભ્યાસમાં નાસીપાસ, બેરોજગારી અને ઘર કંકાસ અક્કલ પાછળનું મુખ્ય કારણ બનતા આવ્યા છે પરંતુ યુવાવ એ જીવતર ટુંકાવવું એ સમાજવિદો માટે ચિંતા નો વિષય બન્યો છે. આવી સ્થિતિમાં ધરતી ઉંમરે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના મુળીલા ગામના વૃદ્ધે આપઘાત કર્યો છે. તેજાભાઇ બાવાભાઇ ચાવડા નામના 82 વર્ષીય વૃદ્ધએ ગઈ કાલે પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા બે વર્ષના ગાળામાં વૃદ્ધના બે કંધોતર પુત્રોના અવસાન થયા હતા. બંને પુત્રો ગુમાવી ચૂકેલ વૃદ્ધ સતત ગુમસુમ રહેવા લાગયા હતા. દિવસેને દિવસે વૃદ્ધ પિતાનું દુઃખ સતત વધતું જતું હતું. આખરે આ જ દુઃખને લઈને તેઓએ ગઈ કાલે અંતિમ પગલું ભરી લીધું છે.