જામનગર: ખોડીયાર ચોકીનો હેડ કોસ્ટેબલ લાંચ લેતા પકડાયો

0
861

જામનગર શહેરનો પોલીસ વિભાગ વધુ એક વખત સર્મસાર થયો છે. સીટીસી ડિવિઝન પોલીસ દફતરના ખોડિયાર ચોકીમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ ₹23,000 ની લાંચ લેતા એસીબીની ઝપટે ચડી ગયા છે. દારૂ સંબંધિત કેસમાં હેરાનગતિ નહીં કરવા માટે પોલીસ હેડ કોસ્ટેબલે લાંચની માંગણી કરી હોવાથી વિગતો એસીબીમાં જાહેર થઈ છે.

જામનગર શહેરમાં એસબીએ વધુ એક સફળ ટ્રેપ કરી છે જેની વિગત મુજબ શહેરના સી ડિવિઝન પોલીસ દફત્તરમાં સમાવિષ્ટ ખોડીયાર ચોકીમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ કેતનગીરી ગોસ્વામી રૂપિયા 23 હજારની લાંચ લેતા આબાદ સપડાઈ ગયા છે. દારૂ સંબંધિત કેસમાં હેરાન નહીં કરવા માટે આરોપી પોલીસ કર્મીએ લાંચની માંગણી કરી હતી. જેને લઇને ફરિયાદી પક્ષે લાંચ આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન એસીબીએ આજે બપોરે ટ્રેપ ગોઠવી હતી.

જેમાં રૂપિયા 23,000ની લાંચ લેતા પોલીસ કર્મીને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે આબાદ પકડી પાડ્યો છે. એસીબી ની ટ્રીપમાં પોલીસ કર્મચારી સપડાઈ ગયો હોવાની વાત પોલીસ બેડામાં પ્રસરી જતા લાંચ વૃતિમાં દિલચસ્પી ધરાવતા – લાળ ટપકાવતા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

NO COMMENTS