જામજોધપુર : દુકાનદારનું આ કરતૂત જાણી આવશે ફિટકારની લાગણી, જાણો શુ કર્યું ?

0
2391

જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે ઘાસના ગોડાઉન પાસે એક દુકાનદારે ભાગ લેવા આવેલી 11 વર્ષિય બાળકીને લાજ લેવાના ઇરાદે ઘરમાં લઇ જઇ તેણીની મરજી વિરૂધ્ધ શારીરિક સ્પર્શ કરી અડપલાં કર્યા અંગેની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.


જામજોધપુર તાલુકા મથકે ઘાસના ગોડાઉન પાસે ગત્ તા.15મીના રોજ દુકાને ભાગ લેવા આવેલી 11 વર્ષિય 4 માસની ઉંમર ધરાવતી સગીર બાળકીને દુકાનદાર ચંદુ નાથાભાઇ ચાવડા નામનો શખ્સ પોતાના ઘરમાં લઇ ગયો હતો અને તેણીની મરજી વિરૂધ્ધ શારીરિક સ્પર્શ કરી અડપલાં કર્યા હતાં. તેણીએ ઘરે પહોંચી આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. જેને લઇને તેણીના વાલીએ આરોપી વિરૂધ્ધ સ્થાનિક પોલીસ દફતરમાં આઇપીસી કલમ 354 અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.સોઢા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS