જામજોધપૂર : જામજોધપૂર એસ.ટી.વિભાગ દ્વારા સંચાલિત જામજોધપુર-સમાણા બસ કન્ક્ટર વિનાની દોડતી જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે. સોમવારે રાત્રે મોટા બસસ્ટેન્ડથી ઉપડેલી બસ મીની બસસ્ટેન્ડ પાસે સ્ટોપ થઈ ત્યારે ત્યાંથી ચડેલા પેસેન્જરને ટીકીટ તો લેવી હતી પણ કોઈ કન્ડક્ટર ન હતા, અને અંદર બેસેલ પેસન્જરો પાસે પણ ટીકીટ નહતી.
આ અંગે જામજોધપુર ના ભાજપના જ કોર્પોરેટર-બાંધકામ સમિતી ચેરમેન ગીરીશભાઇ ખાંટ દ્વારા એસ.ટી.ડેપો મેનેજરનો સંપર્ક કરાયો હતો.જેમાં પોતાને ખબર નથી એવું કહ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
તે અંગે જામજોધપુરના ડેપોના જવાબદાર અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, હાલમાં જામજોધપુરના ડેપોમાં કન્ડકટર ની ઘટ હોવાથી ગઇ રાત્રે કંડકટર વિના જ બસ ઉપાડી હતી, જે ખૂબ જ નાનો રૂટ હતો. પરંતુ પાછળથી તેમાં કંડકટર ની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં જામજોધપુરના ટ્રાફિક સુપરવાઇઝરની બેદરકારી છે કે કેમ તેની તપાસ પણ જરૂરી બની છે.