બ્રેકીંગ ન્યૂઝ : કમુરતા પછી પૈણું-પૈણું કરતા યુગલો માટે માઠા સમાચાર

0
1189

જામનગર : કોરોનાના વધતા જતા કેસને લઈને રાજ્ય સરકાર દર બે દિવસે કડક નિયંત્રણ લગાવી રહી છે. આજે કોર કમિટીની બેઠકમાં વધુ કડક નિયંત્રણો લાદી દીધા છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની નીચે આજે વધુ એક કોર કમિટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કડક પરંતુ મહત્વના નિયંત્રણ મુકાયા છે.  આ નિયંત્રણો આવતીકાલથી તારીખ 12 મી જાન્યુઆરીથી જ લાગુ કરી દવવામાં આવશે.


રાજ્યમાં તમામ પ્રકારના શૈક્ષણિક, સામાજિક,રાજકીય, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે.  બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના અડધા એટલે કે 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં જ કાર્યક્રમો યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓ અને લગ્ન સમારોહ બંધ જગ્યામાં જગ્યાની ક્ષમતાના અડધા એટલે કે 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
રાજ્ય સરકારની નવી ગાઈડ લાઇન  22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે. બીજી તરફ શૈક્ષણિક બાબતને ધ્યાને રાખી 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓફલાઇન અને ઓનલાઇન બે વિકલ્પ આપવામાં આવ્યા છે.

NO COMMENTS